ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના બગેશ્વર મહાદેવ મંદિરે ફૂલોની આંગી કરાઈ - મહાશિવરાત્રીનો પાવન પર્વ

પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવરાત્રીને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સવારથી જ દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટયા હતા. સાંજે મંદિર પરિસર ખાતે ભગવાન શિવને ફુલોની આંગી તેમજ મહા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ આંગી અને આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવને કરાઈ ફુલોની આંગી
નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવને કરાઈ ફુલોની આંગી

By

Published : Mar 11, 2021, 10:30 PM IST

  • પાટણમાં શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
  • પાટણમાં હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ
  • નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવને કરાઈ ફુલોની આંગી
  • દર્શન માટે લાંબી લાઈનો લાગી

આ પણ વાંચોઃમહાશિવરાત્રીના પાવન પર્વે ભવનાથમાં ઉમટ્યા શિવભક્તો

પાટણઃ જિલ્લાના પાટણ શહેરમાં મહાશિવરાત્રિની ધર્મમય માહોલમાં દબદબાભેર હર્ષોલ્લાસથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ મંદિરોમાં હવન, રુદ્ર અભિષેક મહાઆરતી બિલીપત્રો ચડાવવાથી સહિતના અનેકવિધ કાર્યક્રમો થકી શિવ ભક્તોએ ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ લાઇનો લગાવી હતી. આ વર્ષે 101 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શિવયોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠા નક્ષત્રનો ત્રિવેણી સંયોગ રચાતા શિવ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના બગેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે ભગવાન શિવને વિશિષ્ટ ફૂલોની આંગીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેમાં ભક્તોએ મહાદેવની ફુલોની આંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દર્શન માટે લાંબી લાઈનો લાગી

આ પણ વાંચોઃમહાશિવરાત્રી મેળામાં નાગા સંન્યાસીઓના ભિક્ષુક તરીકે આવી રહ્યા છે જંગમ સાધુઓ

મંદિર પરિસર ખાતે સાંજે મહાઆરતી યોજાઇ

બગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે સાંજના સમયે ભગવાન મહાદેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિવ ઉપાસકોએ દર્શન માટે લાંબી લાઇનો લગાવી હતી અને મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.

પાટણના બગેશ્વર મહાદેવ મંદિરે ફૂલોની આંગી કરાઈ

ABOUT THE AUTHOR

...view details