ઐતિહાસિક અને પ્રાચીન પાટણ શહેરમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે, અને દરેક સાથે ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠે છે. શહેરના હાર્દસમાન રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બગેશ્વર મહાદેવ પણ અતિ પ્રાચીન છે. પશ્વીમાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું આ શિવાલય ઘુંમટ બંધ છે. શિવાલય ની મૂળ જગ્યા આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત થઈ હોવાનું મનાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, પાંડવોના વનવાસ દરમિયાન ભીમે બકાસુર નામના દાનવનો વધ કરી આ નગરના લોકોને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. ભીમે આ શિવલિંગ સ્થાપિત કર્યું હતું તેથી આ શિવલિંગ બગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિરમાં ભજન-કિર્તન ઉપરાંત ભગવાન શિવની અલગ અલગ આંગીઓ કરવામા આવે છે.
દરેક ગામનો એક અનોખો ઇતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે, ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે તેનું નામ મહાદેવ પરથી પડ્યું છે.. ત્યારે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે સાથે આ ગામમાં આવેલા સદીયો જૂના પ્રાચીન મહાદેવના દર્શન. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ સાતસો વર્ષ જૂનું મંદિર છે.. કહેવાય છે કે સદીયો પહેલા અહી સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપલાનું પાન મુક્તા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું.