ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Murder Case : ભાઈ અને ભત્રીજીને ઝેર પીવડાવી હત્યા કરનાર બહેનને કોર્ટે દોષિત ઠેરવી - Double Murder Case in Patan

પાટણમાં ભાઈ ભત્રીજીની હત્યા કરનાર (Patan Murder Case) બહેનને કોર્ટે દોષિત ઠરાવી છે. વર્ષ 2019માં સગા ભાઈ અને 14 મહિનાની ભત્રીજીને ધતુરાનું પાણી અને સાઈનાઈડ આપી હત્યા (Kinnery Patel Murder Case) નિપજાવી હતી. આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા આપવા સરકાર પક્ષે માગણી છે.

Patan Murder Case : ભાઈ અને ભત્રીજીની ઝેર પીવાડીને હત્યા કરનાર બહેને કોર્ટે ઠેરવી દોષિત
Patan Murder Case : ભાઈ અને ભત્રીજીની ઝેર પીવાડીને હત્યા કરનાર બહેને કોર્ટે ઠેરવી દોષિત

By

Published : Mar 31, 2022, 2:23 PM IST

Updated : Mar 31, 2022, 3:15 PM IST

પાટણ : પાટણમાં કિન્નરી પટેલ દ્વારા બે વર્ષ અગાઉ ઝેર આપી ભાઈ અને ભત્રીજીની હત્યા (Patan Murder Case) કરી નાખતા ચકચાર મચી હતી. ત્યારે આ કેસ પાટણ સેશન્સ કોર્ટમાં (Patan Sessions Court) ચાલી રહ્યો હતો જ્યારે કોર્ટે કિન્નરી પટેલને દોષિત જાહેર કરી છે. જો કે આગામી સજાનો ચુકાદો આગામી 4 એપ્રિલ 2022ના રોજ જાહેર કરાશે. પરંતુ આ નિર્મમ હત્યાને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

ભાઈ અને ભત્રીજીને ઝેર પીવાડી હત્યા કરનાર બહેનને કોર્ટે દોષિત ઠેરવી

આ પણ વાંચો :Murder in Surat: ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની હત્યા ભાણેજે જ કરી હતી, પોલીસે બિહારથી કરી ધરપકડ

302ના ગુનામાં કિન્નરી પટેલને દોષિત - પાટણના પ્રતિષ્ઠિત વેપારીની પુત્રી કિન્નરી પટેલે વર્ષ 2019ના મે મહિનામાં પંદર દિવસના સમયગાળામાં ભાઈ જીગર અને 14 વર્ષની ભત્રીજી માહિને પોટેશિયમ સાઇનાઇડનું ઝેર (Sister Kills Brother in Patan) આપી નિર્મમ હત્યા કરી હતી. પોલીસ ફરિયાદ બાદ કિન્નરી પટેલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવી હતી. અને ચાર્જશીટ રજૂ થતાં પાટણ સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા સાક્ષીઓને તપાસી કોર્ટે આ હત્યાકાંડને રેર ઓફ રેર કેસ ગણી 302ના ગુનામાં કિન્નરી પટેલને દોષિત જાહેર કરી છે.

આ પણ વાંચો :Mundra Drugs Case : મુન્દ્રા ડ્રગ કેસ મામલે 4 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

બંને પક્ષના વકીલોની દલીલ - ત્યારે કોર્ટમાં બંને પક્ષના વકીલોએ તેને સજાને લઈને (Double Murder Case in Patan) દલીલો કરી હતી. આરોપી મહિલા હોવાથી ફાંસીને બદલે જીવે ત્યાં સુધી એટલે કે આજીવન કેદની સજા ફટકારવા પણ દલીલ થઈ હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી સજાનો ચુકાદો આગામી 4 એપ્રિલ 2022 ના રોજ જાહેર કરવાની મૂદત આપી છે. જો કે, સમગ્ર પાટણ શહેરમાં ભારે ચકચાર જગાવનાર આ હત્યા કેસમાં કોર્ટે કિન્નરી પટેલને (Kinnery Patel Murder Case) દોષિત ઠેરવી હવે સજાને લઇ શહેરીજનોમાં ભારે ચર્ચા જાગી છે.

Last Updated : Mar 31, 2022, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details