ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ યુનિવર્સિટીમાં ખાલી પડેલી સેનેટની જગ્યાઓ ભરવાની માંગ - સંઘર્ષ સમિતિ

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નાટક કક્ષાની 8 તથા અધ્યાપક વર્ગની 5 ખાલી પડેલી સેનેટની બેઠકની ચૂંટણી કરવાની માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટી સંઘર્ષ સમિતિ દ્વારા કુલપતિને ઉદ્દેશી રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.

પાટણ યુનિવર્સિટી
પાટણ યુનિવર્સિટી

By

Published : Jan 13, 2021, 8:04 AM IST

યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિએ આપ્યું આવેદનપત્ર

2017 થી યુનિવર્સિટીમાં અધ્યાપક અને સ્નાતક વર્ગની 13 જગ્યાઓ ખાલી

ઇરાદાપૂર્વક કરવામાં નથી આવી ચૂંટણી સંઘર્ષ સમિતિ

2017 થી યુનિવર્સિટીમાં અધ્યાપક અને સ્નાતક વર્ગની 13 જગ્યાઓ ખાલી

પાટણ :યુનિવર્સિટી સંઘર્ષ સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રજીસ્ટર સ્નાતકની આંઠ તથા અધ્યાપક વર્ગની 5 સેનેટની વર્ષ 2017 થી ખાલી પડેલી બેઠકની છેલ્લા ત્રણ વર્ષથી ઇરાદાપૂર્વક ચૂંટણી કરવામાં આવી નથી. માર્ચ મહિનામાં આવનારી કારોબારી બેઠકમાં અધ્યાપક વર્ગનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે ચૂંટણી કરવી જરૂરી છે. કુલપતિ ડો.જે.જે.વોરાએ નીતિ-નિયમો નેવે મૂકી કલમ 16 મુજબ નીમવાના થતાં 12 વિદ્યાર્થીઓની નિમણૂંક સેનેટર તરીકે કરી તમામ પરિણામો આવ્યા પહેલા ઉતાવળે કરી છે. તે રદ કરી મેરીટ અને સમાનતાના આધારે કરવી જોઇએ.

ચૂંટણી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

યુનિવર્સિટીમાં 300થી વધુ કોલેજ હોવા છતાં 10 વિદ્યાર્થીઓમાંથી એક જ ટ્રસ્ટના 5 અને યુનિવર્સિટીના 1 વિભાગના બે વિદ્યાર્થીઓને કેમ મૂકવામાં આવ્યા છે. તેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. જો તાત્કાલિક ચૂંટણી કરવામાં નહીં આવે તો સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details