ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરાઇ - પાટણ ન્યુઝ

પાટણ જિલ્લામાં કોરોના વાઇરસના પાંચ પોઝીટીવ કેસ આવ્યા છે અને આરોગ્ય વિભાગ સહિતના કર્મચારીઓ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, ત્યારે તેમના આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઈ પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી છે.

patan
patan

By

Published : Apr 7, 2020, 8:34 PM IST

પાટણ : જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, હાથને વારંવાર ધોવા અને જે કંઈ પણ વસ્તુ વાપરીએ તેનું સેનેટાઈઝેશન કરવું તે કોરોના વાઇરસના સંક્રમણથી બચવાના ઉપાયો છે. તે માટે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સેનેટાઈઝેશન ટનલ શરૂ કરવામાં આવી છે. જેથી કર્મચારીઓ આ ટનલમાંથી પસાર થઈ કપડા સહિત સેનેટાઈઝ થઈ શકશે. કોરોના વાઇરસ સામે લડવા આ પ્રયોગ ઉપયોગી પુરવાર થશે.
જિલ્લા પંચાયત ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી છે. આ ટનલમાંથી પસાર થતાં વ્યક્તિઓ પર પાણીમાં સોડિયમ હાઈપોક્લોરાઈડ નામની દવા નાખી તૈયાર કરવામાં આવેલા દ્રાવણનો સ્પ્રે થાય છે. જેનાથી બાહ્યરૂપે ખુલ્લા રહેતા શરીર સાથે કપડા પર રહેલા વાઈરસનો નાશ થાય છે અને સંક્રમણનું જોખમ ઘટે છે.

આ સાથે સાથે ટનલની બહારની બાજુ પર કોરોના વાઇરસ સંક્રમણથી બચવા શું કરવું અને શું ન કરવું તથા રોગના લક્ષણોની માહિતી દર્શાવવામાં આવી છે.

સામાજીક અંતર જાળવવું, જે કોઈ વસ્તુ વાપરીએ તેને સેનેટાઈઝ કરવી, ફેસ માસ્ક પહેરવું, પોતાના ઘરમાં રહેવું તે કોરોના વાઇરસથી રક્ષણ મેળવવાના જરૂરી તકેદારીના પગલા છે, પરંતુ આરોગ્ય વિભાગ સહિતના વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓ હાલ ફિલ્ડ લેવલ પર કામ કરી રહ્યા છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની દરકાર કરી જિલ્લા પંચાયતના પ્રવેશદ્વાર પાસે તૈયાર કરવામાં આવેલી સેલ્ફ સેનેટાઈઝેશન ટનલથી કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ઘટશે.

ABOUT THE AUTHOR

...view details