પાટણઃ લૉકડાઉનના અમલ વચ્ચે પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં હેર સલૂન ચલાવતાં સચીનભાઈ લીંબાચીયાએ પોતાના ખર્ચે પીપીઈ કિટ વસાવી લીધી છે. લાંબા અંતરાલ બાદ પોતાના ધંધાની શરૂઆત આ રીતે કરી અન્યોને પણ કોરોના સામે લડવાનો સંદેશો આપી રહ્યાં છે.
કોરોના સામે આત્મનિર્ભયતાઃ પાટણમાં PPE કિટ સાથે સલૂન ચલાવતો યુવાન
લૉકડાઉનના દિવસો લંબાતા જઈ રહ્યાં છે. ત્યારે નાનો ધંધોધાપો કરતાં લોકો માટે કોરોના સામે આત્મનિર્ભયતાનું શસ્ત્ર સજવામાં આવી રહ્યું છે. પાટણમાં હેર સલૂન ધરાવતાં એક યુવાને પોતાના ખર્તે પીપીઈ કિટ વસાવી લીધી છે. પીપીઈ કિટથી સજ્જ યુવાનની દુકાનમાં ઘરાકી પણ શરુ થઈ ગઈ છે.
પીએમ મોદીના આત્મનિર્ભરતાની અપીલને અપનાવી નાના ધંધારોજગારવાળાં અને કારીગર વર્ગ આત્મનિર્ભરતાની પહેલ કરી કોરોના સામેના જંગમાં મક્કમ સંકલ્પ થકી પોતાના ધંધા રોજગારને નવી દિશા આપી રહ્યાં છે. પીપીઈ કીટ સાથે સજ્જ આ હેર કટિંગ સલૂન ધરાવતાં સચીન લીંબાચીયાએ નામના યુવાને કોરોના સામે લડવાનો નિર્ધાર કરી લીધો છે. તેમણે ગ્રાહકો તેંમ જ પોતાની સાવચેતી અને સલામતી માટે સ્વખર્ચે આ કિટ વસાવી છે. પોતાની દુકાનમાં આવતાં ગ્રાહકોને સેનેટાઈઝ કર્યાં બાદ પ્રવેશ આપે છે, તો માસ્ક ન પહેર્યા હોય તેવા ગ્રાહકોને દુકાનમાં આવવાની ના પાડે છે. દુકાનમાં ભીડ ન થાય તે માટે સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવે છે.