- યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના 4 વિદ્યાર્થીઓની કરાઈ પસંદગી
- બીજીવાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સરકાર દ્વારા કરાઇ પસંદગી
- પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં માહિતી ખાતામાં કરશે કામ
પાટણ : રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા વર્ષ 2019-20 થી શરૂ કરવામાં આવેલી “મીડિયા ફૅલોશીપ યોજના” અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની 6 યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ ક્ષેત્રમાં વર્ષ 2020માં જર્નાલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશન તથા જનસંપર્ક વિષય સાથે અનુસ્નાતક અથવા સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને પદવી મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ પાસે અરજી મંગાવવામાં આવી હતી. રાજ્યભરમાંથી પસંદ થયેલા કુલ 20 પૈકી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાંથી અનુસ્નાતક થયેલા 4 વિદ્યાર્થીઓની ફૅલો તરીકે પસંદગી કરવામાં આવી છે. ફૅલો તરીકે પસંદગી પામેલા 4 વિદ્યાર્થીઓ પાટણ, મહેસાણા, બનાસકાંઠા તથા અરવલ્લી જિલ્લાની જિલ્લા માહિતી કચેરી ખાતે કામગીરીમાં જોડાશે.