ગુજરાત

gujarat

ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન દિવસ ઉજવાયો - પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન દિવસ નિમિત્તે આવિષ્કાર 2020 અંતર્ગત સાયન્સ ફોર નેશનની થીમ પર રાષ્ટ્રીય કક્ષાનો વિજ્ઞાન ફેર યોજાયો હતો. જેમાં Bsc. Msc અને ઉચ્ચ અભ્યાસ કરતા 700થી વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન દિવસનું મહત્વ અને વિજ્ઞાન વિશેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં  વિજ્ઞાન  દિવસ ઉજવાયો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન દિવસ ઉજવાયો

By

Published : Feb 28, 2020, 7:21 PM IST

પાટણ: સમગ્ર દુનિયા આંગળીના ટેરવે દોડતી થઇ છે અને માનવ માત્રની આગવી જરૂરિયાતો માટે ડગલેને પગલે નવી શોધ થઈ રહી છે. દેશમાં વર્તમાન પરિપ્રેક્ષમાં ભવિષ્યમાં ઘડતર આપણા યુવાનો કરી શકે તેવા ઉમદા હેતુથી યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સાયન્સ ફેર યોજવામાં આવ્યો હતો. સેમિનારના મુખ્ય વક્તાએ વિદ્યાર્થીઓને રેડિયોના શોધક માર્કોની ટેલિફોનના શોધક ગ્રામ બેલ જેવા અનેક મહાન વૈજ્ઞાનિકોની શોધો અને તેમના જીવનના દ્રષ્ટાંતોની માહિતી આપી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન દિવસ ઉજવાયો

આ સાથે જ યુનિવર્સિટીના કુલપતિએ યુવા પ્રતિભાશાળી ઓને માર્ગદર્શન આપ્યું હતું. આવા કાર્યક્રમો થકી દેશમાં નવા ઇનોવેશન થશે અને વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન પ્રત્યે રૂચિ દાખવી કંઈક નવું શીખે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details