પાટણ: જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં પાટણ, ડેર અને વારાહીમા એક-એક દર્દી કોરોનાગ્રસ્ત બન્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સલામત રહેલા એકમાત્ર સાંતલપુરમાં પણ દિલ્હીથી આવેલા 56 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લો કોરોનાની ઝપટમાં આવ્યો છે.
સાંતલપુર તાલુકો પણ કોરોનાની ઝપેટમાં જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 97 પર પહોંચ્યો 3 કેસ આવતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 97 થઈ છે. જ્યારે પાટણ શહેરમાં આંકડો 31 પર પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોનાને માત આપી સ્વસ્થ થનારા એક કિશોર અને યુવાનને રજા આપવામાં આવી છે.
સાંતલપુર તાલુકો પણ કોરોનાની ઝપેટમાં જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 97 પર પહોંચ્યો પાટણ શહેરના જુનાગંજથી નીલમ સિનેમા રોડ પર ગોરસ્થાનની ખડકીમાં રહેતી 48 વર્ષીય મહિલાને ગળામાં દુખાવો, ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા સારવાર અર્થે ખસેડી ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા આ મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
તો પાટણ તાલુકાના સંડેર ગામની 36 વર્ષીય મહિલાને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા તેનો રિપોર્ટ કરવામા આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના એકમાત્ર કોરોના મુક્ત સાંતલપુર તાલુકાના વારાહી ગામે દિલ્હીથી આવેલા 56 વર્ષીય પુરુષને શરદી ખાંસી કોરોનાના લક્ષણો જણાતા તેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતો. જેનો શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ કોરોનાને માત આપનારા પાટણના 27 વર્ષીય યુવાનને રજા આપવામાં આવી હતી. તેમજ ચાણસ્મા તાલુકાના રણાસર ગામનો 17 વર્ષિય કિશોર પણ સ્વસ્થ બનતા તેને પણ જનતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.