પાટણ:સાતલપુર પોલીસ સ્ટેશનની હદમાં આયાતી કોલસામાં હલકી ગુણવત્તાવાળી માટી મિશ્રણ કરવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા રેડ કરી રૂપિયા 2 કરોડ ઉપરાંતના વાહનો તેમજ કોલસાના જથ્થા સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા (Santalpur psi suspended in Babra coal chapter) હતા.
કોલસા કૌભાંડ: સ્થાનિક પોલીસ જ બની સુત્રધાર, પીએસઆઇ ફરજ મોકુફ કરાયા આ પણ વાંચો:વિવશતાની વારદાત, 5 વર્ષની દીકરી સાથે પિતાએ નહેરમાં ઝંપલાવ્યું
સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા પાસે આવેલ મુકેશદાન પ્રેમદાન ગઢવીની માલિકીની જગ્યામાં આયાતી કોલસામાં હલકા પ્રકારની માટીનું મિશ્રણ કરવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફ દ્વારા દસેક દિવસ અગાઉ રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન આયાતી કોલસામાં હલકા પ્રકારની માટીનું મિશ્રણ કરવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું અને સ્થળ પરથી રૂપિયા ૫૫ લાખ ઉપરાંતનો કોલસો તથા માટી સાથે ત્રણ ટ્રેલર એક લોડર એક હિટાચી કાર બાઈક સહિત રૂપિયા ૨,૧૬,૩૫,૦૦૦ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કોલસા કૌભાંડ: સ્થાનિક પોલીસ જ બની સુત્રધાર, પીએસઆઇ ફરજ મોકુફ કરાયા આ પણ વાંચો:માતાજી તમારૂ દુઃખ દૂર કરશે, આજે પણ તાંત્રિક વિધિના બહાને લાખો પૈસા ગુમાવે છે લોકો
આ સમગ્ર પ્રકરણમાં ઈસમોને સ્થળ પરથી ઝડપાયા હતા. જ્યારે આ કૌભાંડમાં સામેલ બીજા 12 શખ્સો રેડ દરમિયાન સ્થળ પર હાજર ન હતા. સાતલપુર પોલીસ સ્ટેશનની હદમાં હાઇવેને અડીને આવેલ જગ્યામાં આયાતી કોલસામાં ભેળસેળ કરવાના ચાલતા મસ મોટા કૌભાંડમાં સ્થાનિક પોલીની બેદરકારી સામે આવી હતી. જેને લઈને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સાતલપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન ડી પરમારને પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજ મોકુફ કરાતા આ સમાચારથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.