ગુજરાત

gujarat

ETV Bharat / state

પંજાબના અઘોરપંથી નાગા બાવા રાણીની વાવની મુલાકાતે - STEPWELL

પાટણઃ વિશ્વભરમાં પટોળા અને વર્લ્ડ હેરીટેઝ રાણીની વાવને લઈ પ્રખ્યાત પાટણમાં દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં પર્યટકો મહેમાન બને છે. પર્યટકો રાણીની વાવની કલા કોતરણી જોઈ પ્રભાવિત થાય છે, ત્યારે આજે પંજાબના એક અઘોરપંથી નાગા બાવાએ પણ રાણીની વાવની મુલાકાત લીધી હતી.

અઘોરપંથી નાગા બાવા

By

Published : May 3, 2019, 7:54 PM IST

પાટણની ઐતિહાસિક રાણીની વાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળતા તેમજ તાજેતરમાં સરકાર દ્વારા 100 રુ.ની નવી ચલણી નોટ પર રાણીની વાવની પ્રતિકૃતિ અંકિત કરાતા તેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. વર્ષે દહાડે અહીં હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પર્યટકો આવે છે અને રાણીની વાવની કલા કોતરણી જોઈને આશ્વર્યચકિ્ત અને આનંદિત થાય છે. આ વાવ માટે સાધુ સંતો પણ આકર્ષિત થાય છે. આજે પંજાબના દેદના ગામ ખાતે આવેલા પંચદશનામ જૂના અખાડા તેરાપંથી જગરમાં પરિવારના અઘોર પંથના મહંત હરિઓમગિરિજી તેમના અનુયાયીઓ સાથે રાણીની વાવની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

પંજાબના અઘોરપંથી નાગા બાવા રાણીની વાવની મુલાકાતે

મહંત રાણીની વાવના બેનમૂન શિલ્પ સ્થાપત્યોને નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. રાણીની વાવ ખાતે આવેલા અન્ય પ્રવાસીઓએ મહંતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details