- વીર જવાનોની યાદમાં દોડ યોજાઈ
- નાયબ પોલીસ અધિક્ષકે દોડનું પ્રસ્થાન કરાવ્યું
- દોડમાં ભારતીય લશ્કરમાં તાલીમ લઈ રહેલા યુવાનો સહિત શહેરીજનોએ લીધો ભાગ
- આજની પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે તેવા હેતુથી કરાયું દોડનું આયોજન
પાટણ : શહિદવિરોની યાદમાં 23 માર્ચના રોજ સમગ્ર ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને શહીદોને યાદ કરવામાં આવે છે, ત્યારે યુવા પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે તેવા હેતુથી સ્વસ્થ ભારત અંતર્ગત લશ્કરી ભરતી મેળા 2019માં પાટણ જિલ્લામાંથી પસંદગી પામેલા આર્મી જવાનો તથા વર્ષ 2019-20માં લશ્કરમાંથી નિવૃત્ત થયેલા જવાનોના સન્માન અર્થે પાટણમાં પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે 23 માર્ચ મંગળવારે રન ફોર રક્ષક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -પાટણના 1275માં સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી કરાઈ
ભારતીય લશ્કરમાં તાલીમ લઇ રહેલા 200 જેટલા યુવાનો જોડાયા
રન ફોર રક્ષક દોડને નાયબ પોલીસ અધિક્ષક જે. ટી. સોનારાએ પ્રગતિ મેદાન ખાતેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ દોડમાં ભારતીય લશ્કરમાં તાલીમ લઇ રહેલા 200 જેટલા યુવાનો તેમજ વિવિધ સંસ્થાના સભ્યોએ ભાગ લીધો હતો. દોડ પ્રગતિ મેદાનથી પ્રસ્થાન થઇ સુભાષ ચોક, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન થઈ પ્રગતિ મેદાન ખાતે સંપન્ન થઇ હતી.