રાજ્યના જિલ્લાઓની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓનાં 17 જેટલા પડતર પ્રશ્નો મામલે મહેસુલી કર્મચારી મહા મંડળે સરકારમાં રજુઆત કરી હતી. જેમા સિનીયોરિટી, કારકુન, રેવન્યુ તલાટી, સાતમું પગારપંચ સરકારનાં હુકમથી ક્લાર્ક સહવર્ગનાં કર્મચારીઓને નાયબ મામલતદાર પ્રમોશન આપી જિલ્લામાં ખાલી જગ્યા હોવાં છતા બીજા જિલ્લામા મુકવામાં આવે છે.
પાટણમા રેવન્યુ કર્મચારીઓ ધરણાં પર, માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલ પાડશે - patan
પાટણઃ જિલ્લા મહેસુલી મંડળ દ્રારા સરકારનાં મહેસુલી કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નો મામલે આજે કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર ઉતર્યા હતાં અને પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો તબક્કાવાર અલગ અલગ કાર્યક્રમો આપવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પાટણમા રેવન્યુ કર્મચારીઓ ધરણાં પર, ETV BHARAT
તેમજ વર્ષ 15,16માં L.R.Q પાસ કરેલ કારકુન પૈકી 26ને પ્રમોશન આપવામાં આવ્યું નથી. તેવા અનેક મુદ્દાઓને લઇને ધરણા પ્રદર્શન કર્યા હતાં. પાટણ જિલ્લાનાં 96 નાયબ મામલતદાર, 78 ક્લાર્ક મળી 100થી વધું કર્મચારીઓ પ્રતીક ધરણાંમા જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાં તેમજ જો સરકાર દ્રારા માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.