પાટણ: ડીસા હાઇવે પર વાગડોદ નજીક કાર અને ટ્રક વચ્ચેગમખ્વાર અકસ્માત (Accident on Vagadod Wadani Road) સર્જાતાં કારચાલક નિવૃત શિક્ષકનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. અકસ્માતને (Accident between car and truck) પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઈએ આ બાબતે વાગડોદપોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃબેંગ્લોરમાં બાઇક અને સ્કૂટીનો અકસ્માત, વિડીયો જોઈને તમારા રૂવાટા ઉભા થઇ જશે
પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો -સિધ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે રહેતા અને નિવૃત શિક્ષક ઠાકોર પ્રહલાદજી હાલાજી (Retired teacher killed in accident)મંગળવારે બપોરના સુમારે પોતાની સેન્ટ્રો ગાડી લઈને વાગડોદથી વદાણી તરફ જવા નીકળ્યા હતા. ડીસા તરફથી સામેથી આવતી ટ્રક નંબર MH 18 BG 4951 ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી આવતી સેન્ટ્રો ગાડીને ટક્કર મારતા કાર ફંગોળાઈ રોડની સાઈડમાં પડી હતી. જેમાં કારચાલક નિવૃત શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોતાના પરિવારના સભ્યોના મોતથી પરિવારને કુટુંબીજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી.
આ પણ વાંચોઃBhavnagar Accident : ભાવનગરમાં સુરજના કિરણો ફુટતા જ કાળનું છવાયુ અંધારું
વાગડોદ પોલીસમાં નોંધાઈ ફરિયાદ -અકસ્માત અંગેની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક રાબેતા મુજબ કરી મૃતકને જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ હાલાજી ઠાકોરે ટ્રકચાલક વિરુદ્ધ વાગડોદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.