ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશોએ કરી માગ - કર્મભૂમિ સિસાયટી, મીનળપાર્ક સોસાયટી

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી તરફ જવાના માર્ગ પર ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ તેમજ કર્મભૂમિ સોસાયટીના માર્ગ પર ઉભરાતી ભૂગર્ભ ગટરના પાણીના નિરાકરણ માટે આ વિસ્તારની 15થી વધુ સોસાયટીના રહીશોએ નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી વરસાદી પાણીના તેમજ ભૂગર્ભ ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ કરવાની માગ કરી હતી.

પાટણમાં વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશોએ કરી માગ
પાટણમાં વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશોએ કરી માગ

By

Published : May 26, 2020, 8:58 PM IST

પાટણઃ શહેરના ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી તરફ જવાના માર્ગ પર આવેલી કર્મભૂમિ સિસાયટી, મીનળપાર્ક સોસાયટી, શીશ બાંગ્લોઝ, ત્રિભુવન પાર્ક સોસાયટી, ઉત્સવ નગર, યશ બાંગ્લોઝ, ગુરુ નગર, રાધે બાંગ્લોઝ, સારથી એસ્ટેટ, ભવાની નગર સહિતની 15 થી વધુ સોસાયટીઓ આવેલી છે.

પાટણમાં વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશોએ કરી માગ

દર ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલની નગરપાલિકા દ્વારા આજ સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને કારણે આ વિસ્તારના રહીશોને ચોમાસામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ ઘરવખરીના સરસામાનને પણ નુકશાન થાય છે. છેલ્લા 20 વર્ષથી આ સમસ્યાનું નિરાકરણ ન થતા આજે આ વિસ્તારના રહીશોએ નગરપાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખને લેખિતમાં રજુઆત કરી જણાવ્યું હતું કે, 20 વર્ષથી આ વિસ્તારના રહીશો દર ચોમાસામાં મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. સત્તાધીશો ચોમાસામાં આવે છે અને ખોટા દિલાસા આપીને જતા રહે છે. પણ સમસ્યાનું નિરાકરણ કરતા નથી. માટે આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ તેમજ કર્મભૂમિ સોસાયટી આગળ રોડ પર ઉભરાતી ભૂગર્ભ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા સત્વરે કરવામાં આવે તેવી માગ કરી હતી. પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ સત્વરે કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આ વિસ્તારના રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે કાર્યક્રમો આપશે તેવી ચીમકી પણ આપી હતી.

પાટણ નગર પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલે સોસાયટીના રહીશોની રજૂઆતને સાંભળી જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રૂ.50 લાખની ગ્રાન્ટ તેમજ ભૂગર્ભ ગટર માટે રૂ.30 લાખ ફાળવ્યા છે. પણ કોરોના મહામારીને કારણે કામ કરવામાં વિલંબ થયો છે. ત્યારે હવે આ કામનું ટેન્ડરિંગ કરી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી ઝડપી કામ કરવાની હૈયાધારણા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details