પાટણના:સાલવિવાડા વિસ્તારમાં લીંબચમાતાની પોળમા નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે. પ્રથમ નોરતે નવદુર્ગા મૌલાના રહીશો દ્વારા પૂજન કરી ચાચરના ગરબાનુ ગાન કર્યા બાદ પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વર્ષોની પરંપરા આજે પણ અકબંધ: શક્તિ ,ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રીમાં પણ વેસ્ટન કલચર જોવા મળી રહ્યુ છે. લોકો પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જોવા મળે છે. ત્યારે આજના આધુનિક યુગમાં પાટણની લીંબચમાતાની પોળના લીમ્બચીયા સમાજના લોકોએ ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરા ને વર્ષોથી જાળવી રાખી છે. અહીંયા રમતા ગરબાઓમાં પ્રાચીન ગરબા મા પૌરાણીક ગરબાઓની જમાવટ જોવા મળે છે.
આજે પણ અકબંધ: નવરાત્રી ના પ્રથમ નોરતે સ્થાનિકો દ્વારા નવ બાળકીઓને આદ્યશક્તિ નુ સ્વરૂપ માની અને પાંચ બાળકો ને બટુક ભૈરવનું સ્વરૂપમાની માતાજી ના ચાચર ચોક મા ઉભા રાખી તેઓની વિધિવત રીતે પૂજા કરી માતાજી ના ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રી મહોત્સવ ની શરૂઆત કરવામા આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ મહોલ્લાના રહીશોએ નવદુર્ગા અને બટુકનું પૂજન કરી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કર્યો હતો. લીંબચમાતાની પોળમા વર્ષોની આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે.