- જામઠા ગામેથી 12 ફૂટના અજગરનું કરાયુ રેસ્ક્યુ
- વનવિભાગ અને જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા રેસ્ક્યુ
- આ વિસ્તારમાં અવારનવાર જોવા મળે છે અજગર
પાટણઃ શહેર નજીક જામઠા ગામે શુક્રવારે રાત્રે અજગર દેખાયો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ પાટણ વનવિભાગ અને જીવદયા ક્ષેત્રે કામ કરતી સંસ્થાને કરી હતી. આ સંસ્થાના કાર્યકરોએ તાત્કાલિક જામઠા ગામે પહોંચી ભારે જહેમત બાદ 12 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો.
અવારનવાર જોવા મળે છે અજગર
જિલ્લાના સરસ્વતી તાલુકાના અંતરિયાળ ગામોમાં અવારનવાર અજગરો દેખાય છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ અજગરને પકડી સલામત સ્થળે છોડી આવ્યા છે. અવારનવાર ખેતરોમાં દેખાતા અજગરને પગલે ખેતી કામ કરતા અને ગામલોકોમાં ભય રહે છે. ત્યારે શુક્રવારે ફરી એકવાર રાત્રે જામઠા ગામની સીમમાં વિશાળકાય અજગર નજરે પડયો હતો.