ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં UGVCL દ્વારા સમારકામ હાથ ધરાયું - NEWS IN PATAN

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇ ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનના ભાગરૂપે વીજ કરંટ સહિતની કોઈ દુર્ઘટના ન સર્જાય અને શહેરીજનોને ચોમાસામાં પણ વીજ પુરવઠો અવિરત મળી રહે તે માટે મેન્ટેન્સ હાથ ધર્યું હતું. આ કામગીરીમાં વીજ વાયર પરથી પસાર થતા વૃક્ષોની ડાળીઓને કાપવાની કામગીરી હાથ ધરાઇ છેે.

patan
પાટણ

By

Published : Jun 10, 2020, 2:40 PM IST

પાટણ : શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાંની સાથે જ ભારે પવનો સાથે સામાન્ય વરસાદમાં વીજ સપ્લાય બંધ થઈ જવાની મોટી સમસ્યા સર્જાય છે. ધોધમાર વરસાદમાં વીજ ડીપી નજીક અને વીજ વાયર પરથી પસાર થતાં વૃક્ષોની ડાળીઓ વીજ વાયરો પર ધરાશાયી થવાને કારણે સમગ્ર શહેરમાં વીજળી સપ્લાય બંધ થઈ જાય છે. જેને કારણે નગરજનોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે. ચોમાસામાં વરસાદમાં પણ શહેરીજનોને વીજ પુરવઠો મળી રહે તે બાબતોને ધ્યાને લઇ પાટણ ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા શહેરમાં ઝોન વાઇઝ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાટણમાં UGVCL દ્વારા સમારકામ હાથ ધરાયું

પાટણ સીટી વનમાં આવેલા વીજ થાંભલાઓના વાયરો પરથી પસાર થતા વૃક્ષોની ડાળીઓ તેમજ ડીપીની આસપાસના વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ઝૂલતા વીજ વાયરોને ખેંચવામાં આવ્યા હતા. પાટણ સીટી વન વિસ્તારમાં મેન્ટેનન્સની કામગીરીમાં યુજીવીસીએલ દ્વારા અલગ અલગ 20 કર્મચારીઓની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details