- પાટણમાં બિસ્માર બનેલા માર્ગોનુ રિપેરિંગ કામ શરૂ કરાયું
- ઉબડખાબડ માર્ગનું પેચ વર્ક કરવાની કામગીરી શરૂ
- 40 જેટલા માર્ગોને રીપેર કરવા માટે રૂપિયા દોઢ કરોડ મંજૂર
- પાટણ શહેરમાં રૂપિયા 5 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવશે
પાટણ: સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે રસ્તાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાટણ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ મહોલ્લા, પોળો નજીકથી પસાર થતાં માર્ગોનુ ધોવાણ થતાં આ માર્ગો બિસ્માર બન્યા છે.
પાટણમાં બિસ્માર બનેલા માર્ગોનુ રિપરિંગ કામ શરૂ આવા ઊબડખાબડ અને મગરની પીઠ જેવા રોડ પરથી પસાર થવામાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૪૦ જેટલા માર્ગોને રીપેર કરવા માટે રૂપિયા દોઢ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કામ માટેના વર્ક ઓર્ડર જે તે એજન્સીને આપતા શનિવારે શહેરના હિંગળાચાચર થી ઓમ કોમ્પલેક્ષ સુધીના ઉબડખાબડ માર્ગનું પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પાટણ શહેરમાં રૂપિયા 5 કરોડના ખર્ચે આગામી સમયમાં નવીન ડામર રોડ પણ બનાવવામાં આવશે. દિવાળી સુધીમાં પાટણ શહેરના વિવિધ માર્ગોનું નવિનીકરણ કરવામાં આવશે.