પાટણઃ સરકારે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેનું બિલ પસાર કર્યું છે. જેમાં દેશના ખેડૂતો ગમે તે ખૂણે પોતાની ઉપજ વેચી શકશે અને તેથી ખેડૂતોની આવક બમણી થશે. ત્યારે આ ખરડા મામલે વિરોધ પક્ષો સંગઠીત બની સરકારનો વિરોધ શરૂ કર્યો છે. ત્યારે કૃષિ સુધારા બિલ મુદ્દે પાટણ જિલ્લાના સહકારી આગેવાન અને ખેડૂત અગ્રણી એવા ડી. જે. પટેલે જણાવ્યું હતું કે, માર્કેટની બહાર લાયસન્સ વગરનો વેપારી ખેડૂતો પાસેથી માલ ખરીદશે તેથી નાના ખેડૂતો છેતરશે અને તેમના પૈસા ડૂબવાની પૂરી શક્યતાઓ રહેલી છે. મોટી મોટી કંપનીઓ લાયસન્સ વગર માલ ખરીદશે. જેના કારણે APMC તૂટશે તેમજ ખેડૂતો અને નાના વેપારીઓ બેકાર થશે.
કૃષિ સુધારા બિલ-2020 મુદ્દે પાટણના ખેડૂત અગ્રણીઓનો પ્રતિભાવ... - new agriculture bills
સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેના કૃષિ બિલ રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યા છે. જે મુદ્દે પાટણ જિલ્લાના ખેડૂત આગેવાનોએ પોતાના પ્રતિભાવો ETV BHARAT સમક્ષ રજૂ કર્યા હતા.

સરકાર દ્વારા જે કૃષિ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે, તે ખેડૂતોને નુકસાનકર્તા છે. કરાર આધારિત ખેતી કરવાથી APMC ખતમ થઇ જશે. ખેડૂતોનો માલ માર્કેટમાં લવાથી અનેક પ્રકારની તકલીફો ઊભી થશે અને મફતના ભાવે ખેડૂતોનો માલ બજારોમાં વેચાશે સરકાર બહુમતીના જોરે ખેડૂતોને અન્યાય કરી રહી છે. તેવું ખેડૂત અગ્રણી ભુરાભાઈ જોશીએ જણાવ્યું હતું.
ખેડૂત અગ્રણી એવા મુકેશભાઇ પટેલે સરકારના કૃષિ સુધારા દિલને આવકારદાયક ગણાવ્યું હતું. આ બિલથી ખેડૂતોની આવક બમણી થશે. વચેટિયાઓ દૂર થશે ખેડૂતો ઘરે બેઠા પોતાનો માલ વેચી શકશે અને સારી કિંમત મેળવી શકશે. આ બિલથી ખેડૂતોને ફાયદો થશે. સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલા કૃષિ સુધારા બિલને પાટણ જિલ્લાના ખેડૂત અગ્રણીઓએ મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા