ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત બંધ એલાનના પાટણમાં પ્રત્યાઘાત, પોલીસ સ્ટેન્ડબાય બની - Opposition to the Agriculture Bill

પાટણ શહેરમાં દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન કર્તાઓ દ્વારા 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેના પ્રત્યાઘાત પાટણ શહેર સહિત જિલ્લામાં ન પડે તે માટે પોલીસ અધિક્ષક દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

ભારત બંધ એલાનના પાટણમાં પ્રત્યાઘાત, પોલીસ સ્ટેન્ડબાય બની
ભારત બંધ એલાનના પાટણમાં પ્રત્યાઘાત, પોલીસ સ્ટેન્ડબાય બની

By

Published : Dec 8, 2020, 10:31 AM IST

  • પાટણમાં બંધને પગલે પોલીસ સ્ટેન્ડ બાય
  • જિલ્લામાં ચાર થી વધુ વ્યક્તિઓને એકત્ર થવા પર પ્રતિબંધ
  • 44 થી વધારે ચેકપોસ્ટ કાર્યરત કરાઈ

પાટણઃદિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન કર્તાઓ દ્વારા 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પ્રત્યાઘાત પાટણ શહેર સહિત જિલ્લામાં ન પડે અને કોઈ સંગઠન દ્વારા વ્યાપારીઓ કે, આવશ્યક સેવાઓ આપવાનો પ્રયાસ ન થાય તે માટે પાટણ જિલ્લા પોલીસ સ્ટેન્ડબાય બની છે અને આવું કૃત્ય કરનારા સામે કડક પગલાં ભરવાની જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોડી સાંજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ભારત બંધના પગલે પાટણમાં પત્રકાર પરિષદ

ભારત બંધના પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં અને રાજ્યભરમાં લગાવવામાં આવેલા કલમ 144 નો કડક પણે અમલ થાય તેની જાણકારી આપવા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ સોમવારે મોડીસાંજે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, બંધને સફળ બનાવવા કાયદો હાથમાં લઇ ટોળા વળી બજારમાં દુકાનો કે હાઇવે પર ચક્કાજામ કરવામાં આવશે. તો આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરમાં સહિત જિલ્લાના વિવિધ નગરોમાં ચારથી વધુ લોકોને એકત્ર થવા દેવામાં આવશે નહીં. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાતથી જ જિલ્લામાં વિવિધ સ્થળોએ 44 થી વધારે ચેકપોસ્ટો કાર્યરત કરાઇ છે. તો પોલીસની 40થી વધુ ગાડીઓ સતત હાઈવે પેટ્રોલિંગ કરી રહી છે.

ભારત બંધ એલાનના પાટણમાં પ્રત્યાઘાત, પોલીસ સ્ટેન્ડબાય બની

જવાનોનોબંદોબસ્તમા તૈનાત

મંગળવારે સવારે 6 વાગ્યાથી જ જિલ્લાની 1200 થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરપી સહિતના જવાનોનો બંદોબસ્તમા તૈનાત રહેશે આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દૂધ શાકભાજી મેડિકલ એસ.ટી સેવાને અવરોધ નો પ્રયાસ કરનારા સામે પણ સખ્તાઇ પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details