પાટણઃ રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવાનો લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરની બજારોમાં રાખડીઓ ખરીદવા બહેનો ઉમટી રહી છે અને વિવિધ દુકાનો અને લારીયો ઉપરથી રાખડીઓની ખરીદી કરી રહી છે.
રાખડીના ભાવ બમણાંઃગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાખડીના ભાવમાં બમણો વધારો થયો છે. જેને કારણે ભાઈ બહેનના આ પવિત્ર તહેવારને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. વિવિધ દુકાનોમાં રૂપિયા 10થી શરૂ કરીને 300 રૂપિયા સુધીની રાખડીઓ વેચાય છે.ઓછા વજનની રાખડીની માંગ વધુ જોવા મળી રહી છે. કારણ કે આ રાખડીઓ ડેલિકેટ હોય છે અને સોબર દેખાતી હોય છે. આર્થિક રીતે સંપન્ન લોકો ચાંદીની મોંઘા ભાવની રાખડીઓ પણ ખરીદી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકન ડાયમંડ, જરદોશી ડિઝાઇનવાળી, ફેન્સી દોરી, લુમ્બા સહિતની અનેક જાતની રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે. નાના બાળકોની મનપસંદ એવી કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. જેમાં સ્પાયડર મેન, છોટા ભીમ, બાલ ગણેશા, લિટલ સિંઘમ અને એંગ્રી બર્ડ રાખડીઓનો સમાવેશ થાય છે.