ગુજરાત

gujarat

ETV Bharat / state

સંગીતક્ષેત્રના જરૂરિયાતમંદ કલાકારોને રાશન કિટ વિતરણ કરાઈ - Reliance Foundation

કોરોના મહામારીના કપરા સમયમાં સંગીતના વ્યવસાય સાથે સંકળાયેલા જરૂરિયાતમંદ કલાકારોને સહાયરૂપ થવાના આશયથી પાટણમાં કલાસંગિની ગ્રુપ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ કલાકારોને રાશન કિટ આપવામાં આવી હતી.

સંગીતક્ષેત્રના જરૂરિયાતમંદ કલાકારોને રાશન કિટ વિતરણ કરાઈ
સંગીતક્ષેત્રના જરૂરિયાતમંદ કલાકારોને રાશન કિટ વિતરણ કરાઈ

By

Published : May 15, 2021, 6:20 PM IST

Updated : May 15, 2021, 8:51 PM IST

  • કલાસંગિની ગ્રુપ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કલાકારોની રાશન કિટ અપાઇ
  • સંગીતના વ્યવસાય સાથે સંકળાયેલા જરૂરિયાતમંદ 300 કલાકારોને રાશન કિટ અપાશે
  • દરરોજ 25 કલાકારોને રાશન કિટ અપાશે
    પાટણમાં કલાસંગિની ગ્રુપ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કિટ વિતરણ


    પાટણઃ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા તમામ ધાર્મિક સામાજિક કાર્યક્રમો લગ્નપ્રસંગો મેળાવડાઓ પર રોક લગાવાઈ છે. જેને લઇને સંગીતના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોના તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે બંધ થયા છે. આવી કપરી પરિસ્થિતિમાં કલાકારોને પોતાના પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.પાટણ શહેરમાં પણ અનેક કલાકારો હાલમાં બેકાર બન્યાં છે, જેને કારણે તેઓને પરિવારજનોનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે.આવા કપરા સંજોગોમાં કલાકારોને મદદરૂપ બનવા માટે પાટણ શહેરની કલાસંગિની ગ્રુપ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કિટ વિતરણ કાર્યક્રમ પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં તપોવન સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કિટ વિતરણ માટે 300 જેટલા જરૂરિયાતમંદ કલાકારોની યાદી બનાવવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન મુજબ રોજ 25 કલાકારોને આ રાશન કિટ આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં જરૂરિયાતમંદ 25 કલાકારોને રાશન કિટ આપવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ જામનગરમાં સસ્તા અનાજની દુકાન પર રાશન વિતરણ કરી શકે છે કોરોના બ્લાસ્ટ


    કલાકારોએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો

    પાટણના જરૂરિયાતમંદ કલાકારોને કોરોનાની કપરી પરિસ્થિતિમાં જીવનનિર્વાહ માટે રાશન કિટ આપવામાં આવતા તેઓએ કલાસંગિની ગ્રૂપ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ પણ વાંચોઃ કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા આ IAS અધિકારી, પ્લાઝ્માના દાન માટે પોર્ટલ શરૂ કર્યું
Last Updated : May 15, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details