ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ: સામાજિક સંસ્થા દ્વારા મધ્યમ વર્ગના લોકોને રાશન કીટનું વિતરણ કરાયું - લોકડાઉનમાં મદદરૂપ બની સમાજિક સંસ્થા

કોરોના વાઇરસની મહામારીને અનુલક્ષીને લોકડાઉનની સ્થિતિમાં મધ્યમ વર્ગના લોકો રોજગારીને લઈ મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈ તેઓને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે, ત્યારે પાટણની રોટરી કલબ, રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંઘ અને સુથાર જ્ઞાતિ મંદિર ટ્રસ્ટ દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને ઘરે-ઘેર જઈ રાશન કીટ આપવામાં આવી હતી.

Patan
Patan

By

Published : Apr 23, 2020, 7:39 PM IST

પાટણઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે જીવન નિર્વાહ માટે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહાય માટે પાટણવાસીઓ હંમેશા તત્પર રહે છે. ત્યારે રોટરી કલબ ઓફ પાટણ, રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ અને સુથાર જ્ઞાતિ મંદિર ટ્રષ્ટ સંસ્થાના અગ્રણીઓ આવશ્યક ચીજ વસ્તુઓની 500 જેટલી રાશન કીટ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોના ઘરે-ઘરે તૈયાર કરેલી રાશન કીટમાં ઘઉંનો લોટ, ખાંડ, તેલ, તુવર દાળ સહિત 11 જેટલી આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરી પહોંચાડવાના સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પાટણમાં સામાજિક સંસ્થા દ્રારા મધ્યમ વર્ગના લોકોને રાશન કીટ વિતરણ કરાઈ

ABOUT THE AUTHOR

...view details