ગુજરાત

gujarat

By

Published : Apr 1, 2020, 4:40 PM IST

ETV Bharat / state

પાટણમાં વિના મૂલ્યે રાશનનું વિતરણ શરૂ, લોકોની ભીડ ઉમટી

કોરોના વાઇરસને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશન આપવાની કામગીરી આજથી શરૂ કરવામા આવી છે. ત્યારે પાટણ શહેર સહિત જિલ્લાની સસ્તા અનાજની દુકાનો પર સવારથીજ રાશન કાર્ડધારકોની લાંબી કતારો લાગી હતી. દરેક કાર્ડધારકને રાશન મળી રહે તે પ્રકારેની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

patan
patan

પાટણઃ કોરોના મહામારીને લીધે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેને કારણે જનજીવન ખોરવાયું છે. આ કપરી પરિસ્થિતિમાં દરેક રેશનકાર્ડ ધારકને વિના મૂલ્યે રાશન આપવાની સરકારે કરેલી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનો પર કાર્ડધારકોને રાશન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

લોકોની ભીડ ઉમટી

સરકારે કરેલી જાહેરીત હેઠળ બીપીએલ,અંત્યોદય,અને અન્નપૂર્ણા કાર્ડધારકોને રાશન આપવામાં આવશે. દરેક કાર્ડધારકોને પૂરતા પ્રમાણમાં રાશન મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા દરેક દુકાનો પર વોર્ડ ઇન્સ્પેકટર,મુખ્ય શિક્ષક,તાલુકા કક્ષાના કર્મચારી તેમજ પોલિસ જવાનો મુકવામાં આવ્યા છે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પાટણ શહેર સહિત તાલુકાની 80 સસ્તા અનાજની દુકાનોના ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં રાશન મળી રહે તેટલો સ્ટોક તંત્ર પાસે ઉપલબ્ધ છે, આ સાથે જ કાર્ડધારકો દુકાનો ઉપર વઘારે ભીડ ન કરે તેવી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details