- પાટણ જિલ્લામાં અને સલામતી કાયદા હેઠળ લાભાર્થીઓને અપાયા રેશન કાર્ડ
- 6385 દિવ્યાંગ 1680 વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓને અપાયા રાશન કાર્ડ
- નવા રાશન કાર્ડ થવાથી 30 હજાર પરિવારના 1 લાખથી વધુ સભ્યોને થશે લાભ
પાટણમાં અન્ન સલામતી કાયદા હેઠળ લાભાર્થીઓને રેશન કાર્ડ અર્પણ કરાયા
અમદાવાદઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ રેશન કાર્ડ ધારકોનો અભિવાદન સમારોહ ગુજરાત પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે રેશન કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
પાટણમાં અન્ન સલામતી કાયદા હેઠળ લાભાર્થીઓને રેશન કાર્ડ અર્પણ કરાયા નવા રેશન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાષ્ટ્રીય અન્ન સલામતી હેઠળ જિલ્લાના 6385 દિવ્યાંગ લાભાર્થીઓ, વૃદ્ધ પેન્શન મેળવતા 1680 લાભાર્થીઓ 2,315 ગંગાસ્વરૂપ મહિલાઓ,1512 બાંધકામ શ્રમિકો અને અન્ય 18245 લાભાર્થીઓનો સમાવેશ કરી નવા રેશન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એન.એફ.એસ.એ હેઠળ નવા રેશન કાર્ડ ઇસ્યું થવાથી 30,826 પરિવારના 1,29,485 સભ્યોને લાભ થશે. જિલ્લાના લાભાર્થીઓને સંગઠનના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર જિલ્લા પ્રમુખ ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે નવા રેશનકાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
પાટણમાં અન્ન સલામતી કાયદા હેઠળ લાભાર્થીઓને રેશન કાર્ડ અર્પણ કરાયા રેશનકાર્ડ ઇસ્યુ કરવામાં આવતા જરૂરિયાત મંદ લોકોને જીવન નિર્વાહમાં પડતી મુશ્કેલીઓ થશે દૂર
જિલ્લાકક્ષાના કાર્યક્રમને સંબોધતા નંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગરીબો અને વંચિતોની વિશેષ દરકાર કરી રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા જરૂરિયાત મંદ લોકોને એન.એફ.એસ.એ હેઠળ આવરી લેવાનો નિર્ણય કરી ઉમદા અભિગમ દાખવ્યો છે. જિલ્લામાં જરૂરિયાત મંદ લોકોનો સર્વે કરી તેમને ઇસ્યૂ કરવામાં આવેલા રેશનકાર્ડથી તેમના જીવનનિર્વાહમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે.