ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ભગવાન જગન્નાથનો મહાઅભિષેક થયો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા - gujarat

પાટણ : શહેરના જગદીશ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમા ભગવાનની આંખો ખોલ્યા બાદ ત્રણેય મૂર્તિઓનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યાંમા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.

પાટણ ભગવાન જગન્નાથનો મહાઅભિષેક

By

Published : Jul 3, 2019, 8:53 PM IST

જગતનો નાથ જગન્નાથ, ભાઈ બલભદ્ર, અને બહેન સુભદ્રાનો અનોખો ત્રિવેણી સંગમ એટલે અષાઢી બીજની રથયાત્રા.પાટણના જગન્નાથ મંદિરમા રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર મંદિરને ફૂલોથી સુશોભિત કરવામા આવ્યુ હતુ. જગન્નાથજી, બલભદ્રની આંખે બાંધેલા પાટા વિધિવત રીતે સવારે ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથની ષોડશોપચાર મહાઅભિષેકની પૂજા કરવામા આવી હતી. વિદ્વાન પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાને ત્રણેય મૂર્તિઓ પર અભિષેક કર્યો હતો. આ પ્રસંગે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તોએ અભિષેક પૂજાના દર્શન કર્યા હતા.

પાટણ ભગવાન જગન્નાથનો મહાઅભિષેક

ભગવાનની મહા પૂજાને લઈ જગન્નાથજી,ભાઇ બલભદ્ર,અને બહેન સુભદ્રાને પરંપરાગત મુજબ પહીંદવિધિ કરી નવા વસ્ત્રો પરિધાન કરાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details