ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં રથયાત્રાના પ્રસાદને સાફ કરવાની કામગીરી પુરજોશમાં શરૂ - Gujarati New

પાટણઃ જિલ્લામાં આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાને લઈને જગદીશ મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ રથયાત્રામાં શ્રધ્ધાળુઓને આપવામાં આવતા મગ અને ચણાના પ્રસાદને સાફ કરવાની કામગીરી હાલમાં પુર જોશમાં ચાલી રહી છે.

રથયાત્રામાં પ્રસાદનું મહત્વ

By

Published : Jun 30, 2019, 9:40 PM IST

પાટણની આ ઐતિહાસિક નગરીમાં આગામી 4થી જુલાઈના રોજ નીકળનારી 137મી રથયાત્રાને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનની રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં માર્ગો પર જનમેદની ઉમટી પડે છે, ત્યારે દર્શનાર્થીઓ આપવામાં આવતી પ્રસાદીનું જગદીશ મંદિર પાટણ ખાતે સાફ સફાઈ હાલમાં પુર જોશમાં ચાલી રહી છે. ચાલુ વર્ષે દર્શનાર્થીઓને ધ્યાને રાખીને મંદિર દ્વારા 700 મણ મગ અને ચણાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

પાટણમાં રથયાત્રાના પ્રસાદને સાફ કરવાની કામગીરી પુરજોશમાં શરૂ
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ રૂપે ઉપયોગમાં લેવાતા મગ, ચણા અને કાકડીનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ અનેરૂ મહત્વ છે. ભગવાનને આંખો આવે છે, ત્યારે આ સમયે મગ અને ચણા બાફીને ભોજનમાં આપવાથી આંખોને ઠંડક મળે છે. તેવી જ રીતે જાંબુ અને કાકડી પણ શરીરમાં ઠંડક આપે છે, તો સાથે સાથે મગ વ્યક્તિને જીવનમાં ગમ ખાવાની શીખ આપે છે. તેમજ માણસે જીવનમાં ક્યારેય અભિમાન ન કરવાની શીખ ચણા આપે છે.

ABOUT THE AUTHOR

...view details