પાટણઃ જિલ્લામાં સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં રહેતી (Rape in Patan) એક સગીરા સાથે બકુત્રા ગામમાં રહેતા એક યુવકે દુષ્કર્મ (Rape with Minor Girl in Santalpur) કર્યું હતું. આરોપી યુવક સગીરાને પોતાની ગાડીમાં અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ તેને મારીને કેનાલમાં ફેંકી દેવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
પાટણકા લઈ જવાના બહાને આરોપી સગીરાને લઈ ગયો આ પણ વાંચો-Crime In Ahmedabad: નિકોલમાં સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્મ, માથાભારે આરોપી સામે ફરિયાદ
પાટણકા લઈ જવાના બહાને આરોપી સગીરાને લઈ ગયો -આ અંગે મળતી માહિતી અનુસાર, સાંતલપુરના બાબરા ગામમાં રહેતા એક પરિવારની સગીરા પોતાના ઘરે હતી. ત્યારે બકુત્રા ગામનો આરોપી મિત આહિર ઉર્ફે મેરામ જીવણભાઈ નામનો યુવાન સગીરાના ઘરે આવ્યો હતો. અહીં આરોપી મિતે સગીરા તેમ જ તેના ભાઈ બહેનને પાટણકા ગામે મૃત્યુ પામેલા ભરતભાઇ ભારુભાઈ આહિરના ઘરે વાતચીત કરવા જવાના બહાને ગાડીમાં બેસાડ્યા હતા. જોકે, ત્યાં કોઈની સાથે વાતચીત કરાવ્યા વગર આરોપી પાટણકાથી (Rape in Patan) નર્મદા કેનાલ પર ગાડી લઈ આવ્યો હતો. અહીં આરોપીએ બધાને ઉતરી જવા કહ્યું હતું.
સગીરાએ નોંધાવી પોલીસ ફરિયાદ આ પણ વાંચો-Misdeeds in Ahmedabad : પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પ્રેમી સાથે રહેવા પરિણીતાએ છૂટાછેડા લીધાં હતાં
મારી નાખવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ -સગીરાની આજુબાજુ જેવા ગાડીમાંથી ઉતર્યા કે તરત જ આરોપી મિતે ગાડીના બધા દરવાજા લોક કરી ગાડી ભગાવી દીધી હતી. જોકે, સગીરાએ વિરોધ કરતા તેને મારીને કેનાલમાં ફેંકી દેવાની ધમકી આરોપી મિતે આપી હતી. ત્યારબાદ આરોપી મિત આહિરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.
મિતના મિત્રોએ પીડિતાને આપી હતી ધમકી - ત્યારબાદ આરોપી મિત આહિર સગીરાને ત્યાંથી બાબરા-કલ્યાણપુરા ગામ વચ્ચે કેનાલ ઉપર ઉતારીને ગાડી લઈ ભાગી (Rape with Minor Girl in Santalpur) ગયો હતો. પીડિત સગીરા ચાલતી ઘર તરફ આવતી હતી. ત્યારે એક બાઈક ઉપર આવેલા લક્ષ્મણભાઈ અને અન્ય એક વ્યક્તિએ સગીરાને ઊભી રાખી હતી. તેમણે આરોપી મિત આહિરે તેની સાથે કરેલા દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી. સાથે જ તેમણે ફરિયાદ નોંધાવીશ તો તારા ભાઈ અને પિતાને મારી નાખીશું તેવી ધમકી પણ (Rape in Patan) આપી હતી. જોકે, આ અંગે પીડિત સગીરાએ સાંતલપુર પોલીસમાં ફરિયાદ (Complaint in Santalpur Police Station) નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપી મિત આહિર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી.