ગુજરાત

gujarat

ETV Bharat / state

રાણીકી વાવનો નયન રમ્ય નજારો જોઈ પ્રવાસીઓ અચરજમાં - પાટણ સમાચાર

પાટણઃ ઐતિહાસિક રાણકી વાવ ઉત્સવ અંતર્ગત રાણકી વાવ પરિસરને સરકાર દ્વારા અદભૂત લાઈટિંગ ઝળહળતી કરી પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએઆ નયન રમ્ય નજારો નિહાળી આશ્ચર્યમાં મૂકાયા હતા.

etv bharat
રાણીકી વાવનો નયન રમ્ય નજારો જોઈ પ્રવાસીઓ દંગ

By

Published : Dec 18, 2019, 8:18 PM IST

11મી સદીમાં રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમા કલા કોતરણીના બેનમૂન શિલ્પ સ્થાપત્યને સ્થાપિત કરી નારી સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ વર્ષો પહેલા પૂરું પાડ્યું હતું. પરંતુ સમયાંતરેઆ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, ત્યારે 20મી સદીમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારાઆ વાવનું ઉત્તખન્ન કરવાની શરૂઆત કરી તેના મૂળ સ્વરૂપમાં ફરીથી પ્રસ્થાપિત કરી છે. ત્યારે રાણીની વાવના ઈતિહાસને ઉજાગર કરવા દર વર્ષે રાણકી વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

રાણીકી વાવનો નયન રમ્ય નજારો જોઈ પ્રવાસીઓ દંગ

ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા રાણકી વાવ વિરાસત સમારોહ નું બે દિવસ માટે આયોજન કર્યુ હતું. બે દિવસ ચાલેલા આ ઉત્સવમાં રાણકી વાવને અદભૂત લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવી હતી. આ રોશનીથી શિલ્પ સ્થાપત્યો સોળે કલાએ ખીલી ઉઠ્યા હતા. રાણકી વાવ ખાતે સર્જાયેલાઆ નયન રમ્ય નજારાને જોવા માટે પ્રવાસીઓ હાડથીજવતી ઠંડીમા પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વાવનાઆ જાજરમાન અને નયન રમ્ય નજારાને જોઈ દંગ રહી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details