પાટણની ઐતિહાસિક અને યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ રાણીની વાવ પાટણ: રાણકી વાવની દર વર્ષે લાખો પ્રવાસીઓ (rani ki vav tourist visits one year revenue) મુલાકાતે લે છે. ત્યારે વર્ષ 2022માં કુલ 3.41 લાખ પ્રવાસીઓએ રાણકી વાવના અદભૂત શિલ્પો નિહાળ્યા હતા. પ્રવાસીઓ રાણકી વાવની શિલ્પ સ્થાપત્ય અને કલા કોતરણી જોઈ અભિભૂત બન્યા હતા. (rani ki vav in patan)
શિલ્પ સ્થાપત્ય અદભૂત નમુનો શિલ્પ સ્થાપત્ય અદભૂત નમુનો: પાટણની ઐતિહાસિક અને યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ રાણકી વાવ દેશ અને વિદેશી પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે વર્ષ 2022માં કુલ 3.41 પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લેતા કુલ રૂપિયા 1.41 કરોડની આવક થઈ છે. પાટણની વિશ્વ પ્રસિધ્ધ અને વિશ્વ વિરાસતમાં યુનેસ્કો દ્વારા સ્થાન મળ્યા બાદ ભારત સરકારે રૂપિયા 100ની ચલણી નોટ ઉપર પણ સ્થાન આપીને તેને ગૌરવાન્વિત કરાઇ છે. તેવી પાટણની કલાત્મિક અને સ્થાપત્યકલાનો અદ્ભૂત નમૂનો - શિલ્પ સ્થાપત્યનો ખજાનો ધરાવતી રાણકી વાવ અત્યારે દેશ વિદેશનાં પ્રવાસીઓ તથા કલાપ્રેમીઓનાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પ્રવાસીઓ પણ વાવની શિલ્પ સ્થાપત્ય અને કલા કોતરણી જોઈ અભિભૂત બન્યા જાળવણીના કડક નિયમો: કેન્દ્ર સરકારે આ સ્થાપત્યને રક્ષિત સ્મારક જાહેર કરેલું હોવાથી તેની જાળવણી પણ એનાં આકરા નિયમોમાં આધારે કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષે પાટણની આ વિશ્વ વિરાસત સમી વિરાસત રાણકી વાવના સ્થાપત્યને નિહાળવા તથા અહીંનાં વિશાળ બગીચામાં પરિવારો સાથે પિકનીક માટે આવે છે. સાથે સાથે શાળાઓનાં છાત્રોની ટૂરો પણ મોટી સંખ્યામાં આવે છે ને બારીકાઇથી અહીંના શિલ્પોને નિહાળે છે. સરકાર દ્વારા આ રાણકી વાવનીની અદભુત રીતે જાળવણી કરવામાં આવી રહી છે તે પણ કાબિલે દાદ છે.
આ પણ વાંચો:રાજકોટમાં 'જય બજરંગ બલી'ના નાદ સાથે નવા વર્ષના વધામણાં
સ્ત્રી સશક્તિકરણનો સંદેશ: રાણકી વાવને નિહાળવા માટે આવેલા પ્રવાસીઓ પણ વાવની શિલ્પ સ્થાપત્ય અને કલા કોતરણી જોઈ અભિભૂત બન્યા હતા. રાણકી વાવની મુલાકાતે આવેલ યામી પારેખ નામની યુવતીએ જણાવ્યું હતું કે વાવમાં કંડારવામાં આવેલી તમામ મૂર્તિઓમાં ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણની વાત એ વખતે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. મહિલાઓના શૃંગાર તેમના આભૂષણોની મૂર્તિઓ બારીકાઈથી અહીં દર્શાવવામાં આવી છે. હૈદરાબાદથી પાટણની રાણકી વાવ નિહાળવા માટે આવેલ પ્રવાસી પણ અહીંના શિલ્પ સ્થાપત્ય અને કલા જોઈ અભિભૂત બન્યા હતા.
આ પણ વાંચો:રાજાધિરાજના દર્શન કરી નવા વર્ષને વધાવવા આવનાર ભાવિકોની સગવડ માટે ડાકોર સજ્જ
એક વર્ષમાં કેટલી કમાણી: વર્ષ 2022માં જાન્યુઆરીથી પુરા થયેલા વર્ષનાં છેલ્લા મહિના ડિસેમ્બરનાં છેલ્લા દિવસ સુધીમાં 3,39,617 ભારતીય પ્રવાસીઓ અને 852 વિદેશી પ્રવાસીઓ મળી કુલે 3,40,666 પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી હતી. જેને લઇને ભારતીય પ્રવાસીઓની રૂપિયા 40 લેખે પ્રવેશ ફી પેટે રૂપિયા 1,35,84,680 તથા વિદેશી પ્રવાસીઓની રૂપિયા 600 લેખે રૂપિયા 6,29,400 મળી કુલ રૂપિયા 1,42,14,080ની આવક પુરાતત્વ વિભાગને થવા પામી છે . વર્ષ દરમિયાન વિદેશી પ્રવાસીઓસૌથી વધુ સપ્ટેમ્બર , ઓક્ટોબર , નવેમ્બર અને ડિસેમ્બરમાં આવ્યા હતા. જ્યારે ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઓક્ટોબર , નવેમ્બર અને ડિસેમ્બરમાં વધુ જોવા મળી હતી. કારણકે આ મહિનાઓમાં દિવાળીનાં તહેવારો હતા. જેને લઇને ભારે ઘસારો આ મહિનાઓમાં જોવા મળ્યો હતો.