પાટણઃ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમાં અગિયારમી સદીમાં આ વાવનું નિર્માણ કર્યું હતું. venus કોની વર્લ્ડ હેરિટેજ કમિટી દોહા ખાતે 25 જૂન 2014માં યોજાયેલી બેઠકમાં શિલ્પ સ્થાપત્યના બેનમૂન વારસો ધરાવતી આ વાવને વર્લ્ડ હેરિટેજમાં સમાવી છે. આ વાવ ૬૪ મીટર લાંબી 20મીટર પહોળી અને 27મીટર ઉંડી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાવના ચાર પ્રકારો છે. તે પૈકી આ વાવ જયા પ્રકારની છે. વાવના ગવાક્ષોમાં બંને બાજુએ અપ્સરાઓ, નાગ કન્યાઓ, દેવી-દેવતાઓની કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. વાવના કૂવામાં બીજા ત્રીજા અને ચોથા માળે શોષાઈ વિષ્ણુ ભગવાનની પ્રતિમા કેવી રીતે સ્થાપિત કરી છે કે, વસંત સંપાત અને શરદ સંપાતના દિવસોમાં વાવના લગભગ 300 જેટલા સ્તંભોને પાર કરી સૂર્યના કિરણો આ મૂર્તિ ઉપર સીધા પડે છે. વાવમાં ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. અહીં રામ કૃષ્ણ શિવ બુદ્ધ અને પરશુરામની મૂર્તિઓ કંડારવામાં આવી છે.
ડિસ્કવરી ઇન્ડિયાઃ ઐતિહાસિક રાણીની વાવ - પાટણ ન્યૂઝ
વિશ્વ ફલક ઉપર ચમકી વિશ્વ વિરાસતમાં સ્થાન મેળવનારા પાટણની અદભુત અને બેનમૂન કલાક કોતરણી ધરાવતી રાણીની વાવ એ શિલ્પ સ્થાપત્યનો અનમોલ નમૂનો છે. સદીઓ પહેલા જળસંચયની રાજા-મહારાજાઓ દ્વારા કરવામાં આવતા આયોજનનું પણ અહીં પ્રતિબિંબ જોવા મળે છે, ત્યારે પાટણની આ પ્રસિદ્ધ રાણીની વાવ નિહાળવા હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અહીં આવે છે અને વાવની કલાક કોતરણી તેમજ તેની અંદર કંડારેલી વિવિધ પ્રતિમાઓ નિહાળી મંત્રમુગ્ધ બને છે.
ઐતિહાસિક રાણીની વાવ
ઐતિહાસિક રાણીની વાવને નિહાળવા માટે વર્ષે દહાડે હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અહીં આવે છે અને આ વાવની કલા કોતરણી અને શિલ્પસ્થાપત્યને જોઈ અભિભૂત બને છે.
શિલ્પ સ્થાપત્યના બારીક કોતરણીને ઉજાગર કરતી રાણીની વાવ પાટણ સહિત દેશનું અનમોલ ઘરેણું છે. અહીં તત્કાલીન સમાજ જીવન, ગુરુ જીવન પારંપરિક કથાઓ, માનવ અને પ્રાણીઓની વૃતિ જન્ય ચેષ્ટાઓ વગેરે શિલ્પોનો કલા વૈભવ છે, ત્યારે પુરાતત્વ અને પ્રવાસન વિભાગ દ્વારા આ સ્થળને હજી વધુ વિકસાવવામાં આવે તે જરૂરી છે.