ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુર પેટાચૂંટણી: પ્રાથમિક સુવિધાના અભાવે રંગપુરા ગામે કર્યો ચૂંટણીનો બહિષ્કાર

રાધનપુર: ગુજરાતમાં ખાલી પડેલી 6 વિધાનસભાની સીટ પર 21 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે. હાલ રાધનપુર સહિત અન્ય પાંચ બેઠકોમાં ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ અને નેતાઓમાં જ્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રાધનપુરમાં એક પછી એક ગામ આ પેટાચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે.

gujarat by election

By

Published : Oct 4, 2019, 8:10 PM IST

રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ આ મત વિસ્તારમાં એક પછી એક ગામના લોકો પ્રાથમિક સુવિધાઓ અને ગ્રામજનોને સતાવતા પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આ ચૂંટણીમાં આ મુદ્દાને કેન્દ્રસ્થ કર્યો છે.

આજે રાધનપુર તાલુકાના રંગપુરા ગામના ગ્રામજનોનો વિરોધ સામે આવ્યો છે, આ ગામની શાળાએ જવા માટે રસ્તા પર તથા શાળાના પ્રાંગણમાં વરસાદી અને ગંદુ પાણી ભરાઈ રહેવાથી શાળાના બાળકોથી લઈ શિક્ષકો તેમજ ગ્રામજનો હાલાકી ઉઠાવી રહ્યા છે.

પ્રાથમિક સુવિધાના અભાવે રંગપુરા ગામે કર્યો ચૂંટણીનો બહિષ્કાર

ત્યારે આજે ગ્રામજનો ભેગા થઈ પહેલા ગંદા પાણીનો નિકાલ કરવામા આવે અને ત્યારબાદ જ ઉમેદવાર મત માંગવા આવે તેવી માગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

બરાબર ચૂંટણીના સમયે ગામ લોકોના વિરોધને પગલે ઉમેદવારો ચિંતામાં મુકાયા છે, તેથી રાજકીય પાર્ટીઓ હવે આ ગામલોકોને સમજાવવા પરસેવો પાડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details