પાટણ : જિલ્લામાં કોરોના વાઈરસ હૉટસ્પૉટ બનેલા સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામની ફરતે ચુસ્ત પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. ગામમાં માત્ર બેન્કિંગ અને આવશ્યક સેવાઓ જ કાર્યરત છે. નેદરા ગામના લોકો પણ આ મહામારી સામે ગંભીર છે.
રેંજ આઈજી સુભાષ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી - patan corona news update
કોરોના વાઈરસ મહામારીને પગલે પાટણ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે આવેલ કચ્છ ભુજ બોર્ડર રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં સોસીયલ ડિસસ્ટન્સ રાખી યોજેલી પત્રકાર પરિષદમાં લૉકડાઉનનું કડકપણે અમલ કરવામાં આવી રહ્યું છે. તે છતાં 10 ટકા લોકો તેનો અમલ કરતા નથી.
એક વ્યક્તિના કારણે સમગ્ર પરિવાર ભોગ બન્યો છે. આવા બનાવો ફરી ન બને તે માટે દરેક સતેજ બન્યા છે. સિધ્ધપુર તાલુકાના દરેક ગામમાં સરહદો પર આડશો મુકી એકબીજા ગામને સ્પર્શતી સરહદો સીલ કરવામાં આવી છે. જિલ્લાવાસીઓને આવશ્યક બેન્કિંગ સેવા, રેશનિંગની દુકાનો, કરિયાણાની દુકાનો, એપીએમસી જેવી આવશ્યક જગ્યા ઉપર ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા ખાસ અપીલ કરી હતી.
રેન્જ આઈ.જી સુભાષ ત્રિવેદીએ પત્રકારોને જિલ્લાનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ જિલ્લામાં 144ની કલમ ભંગ બદલ 1600 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 545 વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અને લૉકડાઉનના ભંગ બદલ 1500 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રની સાથે વન વિભાગના કર્મચારીઓ,આરટીઓ કર્મચારી, એસઆરપી જવાનો, તેમજ એસીબીના પોલીસ જવાનોની ટીમ બનાવી કામગીરી બજાવી રહી છે. જેઓને સરકાર તરફથી વીડિયોગ્રાફી, ડ્રોન કેમેરા સહિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરી ગુનો નોંધવામાં આવી રહ્યા છે.