ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીને પગલે પાટણમાં રાણકી વાવ ફરીવાર પ્રવાસીઓ માટે બંધ - રાણકી વાવ બંધ

પાટણની ઐતિહાસિક રાણકી વાવને પણ કોરોનાની બીજી લહેરનું ગ્રહણ લાગ્યું છે. સરકાર દ્વારા 16 એપ્રિલથી 15 મે સુધી આ ઐતિહાસિક વાવ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી છે. જેને કારણે આ વાવ સુમસામ ભાસી રહી છે.

સરકારે 30 મે સુધી આ વાવ કરી બંધ
સરકારે 30 મે સુધી આ વાવ કરી બંધ

By

Published : Apr 16, 2021, 6:55 PM IST

  • રાણકી વાવને લાગ્યું કોરોનાનું ગ્રહણ
  • સરકારે 30 મે સુધી આ વાવ કરી બંધ
  • કોરોના મહામારીની સ્થિતિને ધ્યાને લઇ લેવાયો નિર્ણય
  • પ્રવાસીઓ વિના વાવ બની સુમસામ

પાટણ: સમગ્ર વિશ્વમાં કહેર મચાવતા કોરોના વાઇરસની બીજી લહેર ભારતમાં વધુ ઘાતક બની આગળ વધી રહી છે. રોજે-રોજ કોરોના ના નવા રેકોર્ડ નોંધાઇ રહ્યા છે. જેની અસર પાટણમાં પણ વર્તાઈ રહી છે. શહેર અને જિલ્લામાં કોરોના હાહાકાર મચાવતા વેપારીઓ દ્વારા બપોર બાદ અપાયેલા સ્વેચ્છિક લોકડાઉન બાર બાદ રાત્રી કરફ્યૂ આપવામાં આવ્યો છે.

રાણકી વાવને લાગ્યું કોરોનાનું ગ્રહણ

આ પણ વાંચો:ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

સ્મારક હાલમાં પ્રવાસીઓના અભાવે સુમસામ ભાસી રહ્યું

ભારત સરકારે પણ આ રોગની ગંભીરતાને ધ્યાને લઈ સાવચેતી રાખવાના સૂચનો લોકોને આપવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સરકારે શાળા, કોલેજો અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવા આદેશ કર્યો છે. સરકારે ઐતિહાસિક રાણીની વાવને પણ શુક્રવારથી 15 મે સુધી પર્યટકો માટે બંધ કરવામાં આવી છે. હજારો પ્રવાસીઓથી ધમધમતું આ સ્મારક હાલમાં પ્રવાસીઓના અભાવે સુમસામ ભાસી રહ્યું છે.

આ પણ વાંચો:દિવાળીના મિની વેકેશનમાં 10 હજારથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત

કોરોનાને કારણે ફરી એકવાર રાણીની વાવ કરાઈ બંધ

વિશ્વ ફલક ઉપર ચમકેલી પ્રસિદ્ધ રાણકી વાવને પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે. ગયા વર્ષે પણ કોરોના મહામારીને લઇ રાણકી વાવ લાંબા સમય સુધી બંધ રહી હતી ત્યારે આ વર્ષે પણ ફરી કોરોનાનું ગ્રહણ રાણીની વાવને લાગ્યું છે અને ફરીથી વાવ બંધ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details