- રામજી મંદિરમાં સાદગીપૂર્ણ રીતે કરાઈ રામ નવમીની ઉજવણી
- રામનવમીની શોભાયાત્રાને લાગ્યું કોરોના ગ્રહણ
- સતત બીજા વર્ષે પણ શોભાયાત્રા મોકૂફ રહી
પાટણઃ આજે બુધવારે રામ નવમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણમાં પણ રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. વૈશ્વિક કોરોના મહામારીના કારણે તમામ ધાર્મિક ઉત્સવો ઉપર રોક લગાવવામાં આવી છે. છેલ્લા 34 વર્ષથી નીકળતી રામનવમીની શોભાયાત્રાને સતત બીજા વર્ષે કોરોનાનું ગ્રહણ લાગતા ચાલુ વર્ષે પણ ભગવાનની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી.
પાટણમાં રામ જન્મોત્સવની સાદગીપૂર્ણ રીતે કરાઈ ઉજવણી આ પણ વાંચો- અમદાવાદના ઈસ્કોન મંદિરમાં રામ નવમીની સાદાઈ પૂર્વક ઉજવણી
મર્યાદિત શ્રદ્ધાળુઓની હાજરીમાં ભગવાન રામની આરતી કરાઈ
શહેરના છીંડીયા દરવાજા નજીક આવેલા પ્રાચીન રામજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. રામજી મંદિર ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ રામનવમીની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. મર્યાદિત શ્રદ્ધાળુઓની હાજરીમાં ભગવાન રામની આરતી અને પારણું ઝુલાવવામાં આવ્યું હતું. વૈશ્વિક કોરોના મહામારી ઝડપથી દૂર થાય તેમજ સર્વત્ર સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત થાય તેવી ભગવાનને સૌએ પ્રાર્થના કરી હતી.
પાટણમાં રામ જન્મોત્સવની સાદગીપૂર્ણ રીતે કરાઈ ઉજવણી