ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના હસ્તે પાટણના રાજપૂત સમાજની ડિરેક્ટરી લોન્ચ કરાઇ - patan news

પાટણ: પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ દ્વારા પાટણ જિલ્લાના ગામોમાં રહેતાં રાજપૂત સમાજની મોબાઈલ ડિરેક્ટરી વિમોચન અને સમાજનો સ્નેહ મિલન સમારોહ ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

પાટણ

By

Published : Nov 18, 2019, 8:51 PM IST

પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રહેતા રાજપૂત સમાજના લોકોની માહિતી સરળતાથી સમાજના લોકોને મળી રહે તે માટે પંચશીલ ટ્રસ્ટ દ્વારા ગામે ગામે ફરી મોબાઇલ ડિરેક્ટરી તૈયારી કરી હતી. જેનું વિમોચન સોમવારના રોજ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના હસ્તે પાટણના રાજપૂત સમાજની ડિરેક્ટરી લોન્ચ કરાઇ

આ પ્રસંગે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, આજનો હરીફાઇ યુગ GPSC અને UPSCનો છે. સમાજના દરેક યુવક અને યુવતીઓએ શિક્ષણમાં ઉત્તરોતર પ્રગતી કરવી પડશે. રાજપૂત સમાજ અન્ય સમાજથી પાછળ રહી ન જાય તેના માટે સમાજના શિક્ષિતોએ ચિંતન કરવું પડશે. રાજપૂત સમાજ લાયકાતના આધારે આગાળ આવે તો જ સમાજનો ઉદ્ધાર થશે.

આ પ્રસંગે ઇશ્વરસિંહ ચાવડા, પ્રઘુમનસિંહ જાડેજા, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, રણજિતસિંહ ઝાલા સહીત રાજપૂત સમાજનાં આગેવાનો અને સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details