ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ, સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ - સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ

જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના બફારા વચ્ચે બપોરે ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. પાટણમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ( Rain in Patan ) પડતા કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માર્ગો ઉપર પાણી ભરાતા જનજીવન થોડીવાર માટે પ્રભાવિત થયું હતું. શંખેશ્વર, સરસ્વતી ( Saraswati river flowed on two banks ) અને સિદ્ધપુરમાં પણ વરસાદ નોંધાયો છે જ્યારે બાકીના તાલુકાઓ કોરા ( Monsoon Gujarat 2022 ) રહ્યાં હતાં.

પાટણમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ, સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ
પાટણમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ, સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ

By

Published : Sep 12, 2022, 9:29 PM IST

પાટણ ગુજરાત સહિત પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ અને ગરમીના બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતાં. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે અસય્ય ઉકરાટ વચ્ચે આજે ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશ ચારે તરફ વરસાદી વાદળોથી ઘેરાયું હતું અને વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદેધોધમાર એન્ટ્રી ( Rain in Patan ) કરી હતી.

માર્ગો ઉપર પાણી ભરાતા જનજીવન થોડીવાર માટે પ્રભાવિત થયું હતું

ભાદરવાના ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત ભાદરવા માસમાં પણ અષાઢી માહોલ સર્જાયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. સતત એક કલાક સુધી વરસેલા મુશળધાર વરસાદને ( Rain in Patan ) લઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં. તો શહેરના તમામ માર્ગો પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા વરસાદને આગમનને લઈ વાતાવરણમાં એકંદરે ઠંડક પ્રસરી જવા પામી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા એકાએક વરસાદ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં પાટણ તાલુકામાં 27 mm,શંખેશ્વર તાલુકામાં 7mm, સરસ્વતી તાલુકામાં 20 mm અને સિદ્ધપુર તાલુકામાં ૨૯mm વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના તાલુકાઓ કોરા રહ્યાં હતા.

વરસાદને પગલે નદીનાળાં અને જળાશયો ભરાયા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને ( Rain in Patan )પગલે નર્મદા ડેમ ઓવરફ્લો થતા ડેમનું પાણી વહી જતું અટકાવવા માટે સરકાર દ્વારા નહેરો મારફતે ઉત્તર ગુજરાતની નદીઓમાં પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે સરસ્વતી જળાશયમાં પણ નહેર દ્વારા પાણી છોડાતા સુકી ભઠ્ઠ રહેતી સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ ( Saraswati river flowed on two banks ) છે. તો બનાસ નદી રાધનપુર તાલુકામાંથી પસાર થઈ કચ્છના રણમાં કચ્છના રણમાં સમાઈ જાય છે ત્યારે બનાસ નદીમાં પણ વરસાદના નવા નીર આવે છે. તો બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવો અને જળાશયો પણ વરસાદને કારણે ભરાઈ ગયા છે. આમ પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક મેઘમહેર થઇ છે.

સૌથી વધુ અને સૌથી ઓછો ક્યાંપાટણ જિલ્લામાં અત્યાર સુધી મોસમના કુલ વરસાદ ( Rain in Patan ) ઉપર નજર કરીએ તો સાંતલપુર તાલુકામાં 127.17 ટકા, રાધનપુર તાલુકામાં 146.07ટકા, સરસ્વતી તાલુકામાં 102.27 ટકા, સિદ્ધપુર તાલુકામાં 139.74 ટકા, ચાણસ્મા તાલુકામાં 123.35 ટકા , હારીજ તાલુકામાં 103.02 ટકા, પાટણ તાલુકામાં 113.01 ટકા, શંખેશ્વર તાલુકામાં 87.29 ટકા સમી તાલુકામાં 79.28 ટકા વરસાદ થવા પામ્યો છે. પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુર તાલુકામાં 146 ટકા થયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ( Monsoon Gujarat 2022 ) સમી તાલુકામાં 79 ટકા થવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details