પાટણ શહેર સહીત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં સરેરાશ 340 mm વરસાદ અને પાટણમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ સિદ્ધપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તદ્ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. વરસાદને લઇ ધરતીપુત્રોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.
પાટણ જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ - ઈટીવી ભારત
પાટણઃ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે પાટણ જિલ્લામાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વરસાદ થવાને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં અડધાથી ત્રણ ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણ નયનરમ્ય બન્યું છે.
rainfall in patan
પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી જનજીવન પર અસર થઈ છે અને શહેરની બજારોમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.