સમગ્ર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી અસહ્ય ઉકળાટ, ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. વરસાદી વાતાવરણ થયા બાદ વરસાદ ન વરસતા લોકો નિરાશ થયા હતા. શહેર સહિત જિલ્લા વાસીઓએ વરસાદ વરસે તે માટે ઈશ્વર પ્રાર્થનાઓ કરી હતી. ત્યારે આજે વાતાવરણ એકાએક પલટો આવતા તેજ પવનની સાથે વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.
રાજ્યમાં વરસાદની આગાહીના પગલે પાટણમાં મેઘરાજાનું આગમન
પાટણ: શહેર સહિત જિલ્લામાં વરસાદ ખેંચતા લોકો ચિંંતાતુર બન્યા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. મેઘરાજાને રીઝવવા લોકોએ ઈશ્વર પ્રાર્થનાઓ પણ કરી હતી. ત્યારે પાટણમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં અનેરી ખુશી જોવા મળી હતી.
પાટણમા પવન સાથે ધોધમાર વરસાદ
પાટણમાં વરસાદ ને પગલે નીચાણવાળા વિતારોમાં પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ પાટણમા વરસાદ વરસતા ખેડૂતો સહિત લોકોમાં ખુશી ની લહેર જોવા મળી હતી.