- પાટણમાં બીજા દિવસે પણ વાતાવરણમાં આવ્યો પલટો
- સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો
- શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ
પાટણ : પંથકમાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે બીજા દિવસે પણ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શનિવારે સવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં સતત પડી રહેલા વરસાદી પાણીને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જાહેર માર્ગો ઉપર પણ પાણી ફરતાં થઈ ગયા હતા.
પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘ મહેર આ પણ વાંચો :દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ
નિંચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ભરાયા પાણી
જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદને લઇ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. પાટણ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેહુલિયો મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને અસહ્ય ઉકળાટથી રાહત અનુભવી હતી.
આ પણ વાંચો : rain news : સુરત જિલ્લાના કુદસદમાં ઠેર ઠેર પાણી ભરાયા
ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન બનાવ્યો હતો, પરંતુ શહેરમાં બે દિવસથી પડી રહેલા વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી હતી અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી હતી. પાટણ જિલ્લામાં શનિવારે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જેમાં પાટણમાં 27 mm, સરસ્વતીમાં 3 mm, ચાણસ્મામાં 14 mm વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.