પાટણ: માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ સિદ્ધપુરના ખળી ચાર રસ્તા (khali char rasta siddhpur) પાસે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ (Railway Overbridge In Siddhpur)નું લોકાર્પણ કર્યું હતું. રૂપિયા 44.40 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજથી લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામો તથા સિદ્ધપુર શહેરના નાગરિકોને વારંવાર બંધ થતી ફાટકના કારણે ઊભી થતી ટ્રાફિકની સમસ્યા (Traffic problems In Siddhpur)થી મુક્તિ મળશે. સિદ્ધપુર ખાતે માર્ગ અને મકાન પ્રધાને નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.
સમગ્ર ગુજરાતને ફાટકમુક્ત કરવાની સરકારની નેમ-44 કરોડથી વધુના ખર્ચે (Siddhpur Railway Overbridge Cost) તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજથી લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામો અને સિદ્ધપુરના નાગરિકોનેટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે. હાલના એલ.સી. નં. 191 રેલવે રૂટ પર સિંગલ ટ્રેક પર માલવાહક ટ્રેન ઉપરાંત આવનારા સમયમાં વધુ 02 માલવાહક અને 01 પેસેન્જર ટ્રેન ટ્રેકના કારણે ઊભા થનારા પરિવહન અવરોધને ધ્યાને લઈ લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામોને રાજ્ય ધોરિમાર્ગ 41 (state highway 41 gujarat)થી જોડતાં રૂપિયા 44.40 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજથી આ વિસ્તારમાં પરિવહનની સુવિધા (Transportation facility Siddhpur) વધુ સુગમ, સલામત અને સરળ બનશે.
આ પણ વાંચો:ખાડા પુરાણ અભિયાન 90 ટકા સુધી પૂર્ણ થઇ ગયું છે: પુર્ણેશ મોદી