પાટણઃ અતિવ્યસ્ત રહેતા એવા યુનિવર્સિટી રેલવે ફાટક ઉપરથી ટ્રેનની ટ્રાફિક વધતાં સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાથી પાટણ નગરપાલિકાએ રાજ્ય સરકારની સૂચનાથી બે ઓવર બ્રિજ તથા પાંચ અંડરબ્રિજ બનાવવાની દરખાસ્ત સરકારમાં કરી હતી. આ દરખાસ્ત પૈકી જીયુડીસીએ ફાટક વિહીન રેલવે ટ્રેક યોજના અંતર્ગત પાટણ નગરપાલિકાને આ ઓવરબ્રિજ બનાવવા માટે રૂપિયા ૫૦ કરોડની મંજૂરી આપવાની સાથે એક કન્સલ્ટન્ટ પણ નિમ્યો હતો. આ કન્સલ્ટન્ટે પહેલા પ્રાથમિક સર્વે કરીને તેના પ્લાન નકશા અને ટી આકારના બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી.
પાટણમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું - રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ
પાટણ શહેરના યુનિવર્સિટી રોડ પર રેલવે ફાટક પર રાજ્ય સરકારના જીયુડીસી દ્વારા રૂપિયા ૫૦ કરોડના ખર્ચે મંજૂર કરાયેલા ઓવરબ્રિજ બનાવવામાં આવે તે હેતુથી રેલવે વિભાગના મહેસાણા ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર અને તેમની ટીમે આ બ્રિજ માટે નિયુક્ત કરેલા કન્સલ્ટન્ટ તથા નગરપાલિકાના સત્તાધીશો સાથે કન્સલ્ટન્ટે બનાવેલી બ્રિજની ડિઝાઇન અંગે ચર્ચા કરી હતી.
![પાટણમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું પાટણમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7394800-thumbnail-3x2-tt.jpg)
પાટણમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું
પાટણમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું
આ બ્રિજ માટે તાજેતરમાં સોઈલ ટેસ્ટ પણ કરાયું હતું. રેલવે ટ્રેક ઉપરનો હિસ્સો રેલવેના નિયમો પ્રમાણે બનાવવામાં આવતો હોવાથી આ ભાગની ડિઝાઇન રેલવે વિભાગ તૈયાર કરશે.