ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News: પંજાબથી ટ્રેલરમાં ભરીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કિમીયાનો પોલીસે પર્દાફાશ કર્યો - police seized foreign liquor worth 11 lakhs

રાધનપુર પોલીસે બાતમી આધારે રાધનપુર વારાહી હાઈવે ઉપરથી પેટ્રોલિંગ દરમિયાન ડી.ઓ.સી.ખાતરના ઓથા હેઠળ પંજાબથી રાજકોટ લઈ જવાતા 11 લાખના વિદેશી દારૂને ઝડપી પાડ્યો છે. આ દરમિયાન ટ્રેલર ચાલક સહિત અન્ય એક ઈસમની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

radhanpur-police-seized-foreign-liquor-worth-11-lakhs-carried-under-the-guise-of-fertilizer
radhanpur-police-seized-foreign-liquor-worth-11-lakhs-carried-under-the-guise-of-fertilizer

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 11:21 AM IST

ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કિમીયાનો પોલીસે પર્દાફાશ કર્યો

પાટણ:ખાતરની આડમાં લઈ જવાતો 11 લાખના વિદેશી દારૂને રાધનપુર પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબથી ટ્રેલરમાં વિદેશી દારૂ ભરી રાજકોટ લઈ જવામાં આવતો હોવાની ચોક્કસ વાતની રાધનપુર પોલીસને બાતમી મળતા પોલીસ સ્ટાફ દ્વારા રાધનપુર વારાહી હાઇવે પર આવેલા મોટી પીપળી ગામના પાટિયા નજીક નાકાબંધી કરી હતી. દરમ્યાન બાતમી આધારિત ટેલર આવતા પોલીસ દ્વારા ટેલર રોકાવી ચાલકની પૂછતાછ કરતા યોગ્ય જવાબ ના મળતા પોલીસ દ્વારા ટેલરના પાછળના ભાગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાછળના ભાગે ડી.ઓ.સી.ખાતરની બોરીઓ જોવા મળી હતી.

'પોલીસે બાતમીના આધારે ખાતરની આડમાં જઈ રહેલા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે. આ જથ્થો રાજકોટમાં કોના ત્યાં ઉતારવાનો હતો તે અને કોને-કોને આપવાનો હતો તે બાબતને લઈને બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા રાજકોટ ખાતે જઈને તપાસ કરવામાં આવશે.' -પી.કે પટેલ, પી.આઈ, રાધનપુર

મુદ્દામાલ જપ્ત: પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવતા ખાતરની થેલીઓ નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રેલર ચાલક શ્યામલાલ શંકરલાલ મિણા તથા નંદનાથ ઉર્ફે દુર્ગેશ રામ સુખનાથ યોગી બંનેની ધરપકડ કરી ટ્રેલરને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ગાડીમાંથી ડી.ઓ.સી.ખાતરની થેલીઓ નીચેથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની 256 પેટી જેમાં 3024 વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 11,74,000 નો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 3,17,4000 ના મુદ્દા માલ સાથે શામલાલ શંકરલાલ મીણા તેમજ નંદનાથ રામસુખજી યોગી સામે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime News : ગોવાથી આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, જાણો ક્યાં હતો ડિલિવરી પોઈન્ટ
  2. Sabarkantha Crime News: દારૂના દાનવને ડામવા મહિલાઓ બની રણચંડી, જનતા રેડ કરી દારૂના જથ્થાનો કર્યો નાશ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details