ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુરના ધારાસભ્યએ બિસ્માર રોડના સમારકામ માટે નાયબ મુખ્યપ્રધાનને કરી રજૂઆત - application to the Deputy Chief Minister

પાટણ જિલ્લામાં રાધનપુરના હારીજ ચાણસ્મા હાઇવે પર ભરાઈ રહેતા વરસાદી પાણીનાં નિકાલ માટે તાત્કાલિક સમારકામ કરી, વારંવાર આ તૂટતા રોડ માટે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રાધનપુરના ધારાસભ્યએ લેખિતમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યએ શુક્રવારના રોજ બે કિલોમીટરના આ બિસ્માર માર્ગ પર પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું.

રાધનપુરના ધારાસભ્યએ બિસ્માર રોડના સમારકામ માટે નાયબ મુખ્યપ્રધાનને કરી રજૂઆત
રાધનપુરના ધારાસભ્યએ બિસ્માર રોડના સમારકામ માટે નાયબ મુખ્યપ્રધાનને કરી રજૂઆત

By

Published : Aug 14, 2020, 9:44 PM IST

પાટણ: રાધનપુર હાઇવે ચાર રસ્તાથી હારીજ ચાણસ્માના બે કિલોમીટર સુધીના રોડ પર વરસાદી પાણી ભરાઈ જાય છે. આ પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નથી. જેના કારણે હાઇવે વારંવાર તૂટી જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા હાલની સપાટીથી 1 ફુટ રોડ ઉપર ઉઠાવવામાં આવે તેમજ ટ્રાફિકની સમસ્યા નિવારવા ફોરલેન બનાવવામાં આવે અને વચ્ચે ડીવાઈડર મૂકવામાં આવે સહિતના સૂચનો સાથે નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી.

રાધનપુરના ધારાસભ્યએ બિસ્માર રોડના સમારકામ માટે નાયબ મુખ્યપ્રધાનને કરી રજૂઆત

રોડની બંને બાજુ ગટર લાઈન તથા ફુટપાટની લંબાઈ વધારવામાં આવે, આ રોડ ઉપર હાલ છ જેટલા નાળા આવેલા છે. જે નાના હોવાથી ઝડપથી પાણીનો નિકાલ થતો નથી અને વારંવાર રોડનું ધોવાણ થાય છે. તો મોટા નાળા બનાવવામાં આવે તો પાણી ઝડપથી વહી જાય તેમ છે. તે અંગે રાધનપુરના ધારાસભ્ય દેસાઈએ આ પ્રમાણેના સૂચનો સાથે નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત કરી તાકીદે મંજૂરી આપી યોગ્ય કરવા માગણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details