રાધનપુરની મધ્યમાં આવેલી રેફરલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના આરોગ્ય માટે આશિર્વાદ રૂપ હતી. પણ છેલ્લા ઘણાં સમયથી આ હોસ્પિટલમાં તબીબો તેમજ આરોગ્યલક્ષી મોટા પ્રકારની સેવાઓ છીનવાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલકીઓ વેઠવી પડે છે, ત્યારે રાધનપુરની સિવિલમાં દર્દીઓને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ નિષ્ણાંત તબીબી સાથે મળી રહે તે માટે રાધનપુર કોંગ્રેસ દ્વારા દર સોમવારે સિવિલ બચાવ અભિયાન શરૂ કર્યું છે.
રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો ઝુંબેશ મામલે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત - કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ
પાટણ: રાધનપુર રેફરલ હોસ્પિટલને પુનઃ ધમધમતિ કરવા માટે કોંગ્રેસ દ્વારા કરેલા અભિયાનને લઇ કોંગ્રેસ કાર્યકરો, આગેવાનોએ સદબુદ્ધિ યજ્ઞ કાર્યો હતો. જોકે પોલીસે યજ્ઞ અટકાવી કોંગ્રેસ આગેવનોની અટકાયત કરતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો ઝુંબેશ મામલે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ
બીજા સોમવારે કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ સિવિલ હોસ્પિટલ આગળ એકત્ર થઈ સદબુદ્ધિ યજ્ઞ કર્યો હતો. જોકે યજ્ઞની પૂર્ણાહુતિ પહેલા જ પોલીસે રાધનપુર કોંગ્રેસ પ્રભારી લાલેશ ઠક્કર તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસની આવી કામગીરીને લઇ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવો મળ્યો હતો.