ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુર પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, જાણો મતદારો વિશે - રાધનપુર પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ

પાટણ: રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે 2017માં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ અલ્પેશે રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેના પગલે તે ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. જેને લઇને ભાજપે રાધનપુરથી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યો છે. વાંચો રાધનપુર વિધાનસભાના મતદારો વિશે.

election

By

Published : Oct 16, 2019, 9:26 AM IST

Updated : Oct 17, 2019, 10:48 AM IST

રાધનપુર વિધાનસભામાં રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં રાધનપુર તાલુકાના 136, સાંતલપુર તાલુકાના 110 અને સમી તાલુકાના 80 મતદાન મથકો મળી કુલ 326 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. 31 મતદાન મથકો શહેરી અને 295 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. રાધનપુરની પેટા ચૂંટણીના ત્રિપાંખીયા જંગમાં મતદારો ઉમેદવારોના ભાવી નક્કી કરશે.

રાધનપુર મત વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયેલો છે. જેમાં 1,40,268 પુરૂષ અને 1,29,548 સ્ત્રી અને 3 અન્ય મતદારો મળી કુલ 2,69,819 મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચ દ્રારા મતદાન માટે 647 બેલેટ યુનિટ, 630 કંટ્રોલ યુનિટ અને 630 વીવીપેટ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. રાધનપુર બેઠક પર ભાજપ કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.

ચૂંટણી પંચે બાજ નજર રાખવા ત્રણ ફ્લાઈંગ સ્કવોર્ડ ટીમો, 9 સ્ટેટીક સર્વેલંસ ટીમ, ત્રણ વીડિયો સર્વેલંસ ટીમ અને એક વીડિયો વ્યુવિંગ ટીમની રચના કરવામાં આવી છે. મતદારોની સુવિધા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1950ની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ચૂંટણીપંચ દ્રારા સિવિજીલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નાગરિકો આ એપલિકેશન પર આચારસહિતા ભંગ અને ખર્ચ સીમા ઉલ્લંઘનની ફરીયાદ નોંધવી શકે છે. આ એપ્લિકેશન દ્રારા કોઈ પણ નાગરિક પોતાનું નામ જાહેર કરીને કે, નામ સિવાય પણ ફરીયાદ મોકલી શકશે. આમ, રાધનપુર વિધાન સભાની પેટા ચૂંટણીને લઇ ચૂંટણીપંચ દ્રારા તમામ પ્રકારની તૈયારીઓ કરી છે.

ઉલ્લખનીય છે કે, ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક પર 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ બેઠકો થરાદ, બાયડ, રાધનપુર, અમરાઇવાડી, લુણાવાડ, ખેરાલુનો સમાવેશ થાય છે.

Last Updated : Oct 17, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details