રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં હિન્દુ યુવતી ઉપર હુમલાના ઘેરા પ્રત્યાઘાતો (Protest of attack on Hindu Girl) પડયા હતાં.આ બનાવ બાદ વિવિધ હિન્દુ સંગઠનોએ શનિવારે રાધનપુરમાં બંધનું એલાન આપ્યુ હતું. જેને પગલે સવારથી જ રાધનપુરના તમામ બજારો બંધ (Radhanpur Bandh ) રહ્યાં હતાં. એકંદરે બંધનું એલાન શાંતિપૂર્ણ રહ્યું હતું. બીજી તરફ આદર્શ હાઇસ્કુલ ખાતે મોટી સંખ્યામાં જનમેદની ભેગી થઈ હતી. રેલીની મંજૂરી ન હોવાને કારણે રાધનપૂર એસડીએમ અને જિલ્લા પોલીસ વડાએ આદર્શ હાઇસ્કુલ ખાતે રૂબરૂ જઈ આવેદનપત્ર સ્વીકાર્યું હતું.
રાધનપૂર એસડીએમ અને જિલ્લા પોલીસ વડાએ આદર્શ હાઇસ્કુલ ખાતે રૂબરૂ જઈ આવેદનપત્ર સ્વીકાર્યું ચૌધરી સમાજની યુવતી પર જીવલેણ હુમલો થયો હતો
શેરગઢ ગામે ગુરૂવારના રોજ હેતલ ચૌધરી નામની યુવતી ઘરમાં એકલી હતી તે સમયે યાસીન બલોચ નામનો યુવાન ઘરમાં ઘૂસી જઈ યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીની બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં અને યુવાનને ઝડપી લઇ પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે યુવતીને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવ બાદ પોલીસે ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. હુમલાના બનાવ (Protest of attack on Hindu Girl) બાદ શુક્રવારે ચૌધરી સમાજ અને હિન્દુ ધર્મના વિવિધ સંગઠનો દ્વારા શનિવારે રાધનપુરમા બંધનું (Radhanpur Bandh ) એલાન આપી આદર્શ હાઇસ્કુલથી પ્રાંત કચેરી સુધી રેલી યોજવાની જાહેરાત કરી હતી.
તમામ બજાર બંધ રહ્યાં
શનિવારે સવારથી જ રાધનપુરના તમામ બજારો બંધ (Radhanpur Bandh )રહ્યા હતાં. તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં માનવમેદની રાધનપુરની આદર્શ હાઇસ્કુલમાં ભેગી થઈ હતી. જ્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, બનાસ બેન્કના ચેરમેન અણદાભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ પ્રવચનો કર્યા હતાં. આ સમયે પોલીસ દ્વારા રેલીની મંજુરી નહીં આપતા કેટલાક યુવાનોએ રેલી યોજવા હઠાગ્રહ કરતાં ભારે ઉત્તેજના છવાઇ હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ આદર્શ હાઇસ્કૂલ ખાતે રૂબરૂ જઈ આવેદનપત્ર સ્વીકારવા બાદ મામલો (Protest of attack on Hindu Girl) થાળે પડ્યો હતો.
ઘટના બાબતે પ્રતિનિધિમંડળ ગૃહપ્રધાનને મળી રજૂઆત કરશે : શંકર ચૌધરી
શેરગઢની ઘટના બાબતે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ધંધૂકા ખાતે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે તો બીજી તરફ શેરગઢ ગામે બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ બંને બનાવને વખોડી (Protest of attack on Hindu Girl) કાઢી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને દાખલો બેસે તેવી માગ સાથે આજે હજારો લોકો ઉપસ્થિત થયા છે. આ બંને બનાવો અંગે એક ટીમ બનાવી રાજ્યના ગૃહપ્રધાનને રૂબરૂ મળી કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆત કરાશે.
જિલ્લા પોલીસે સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવો ન ફેલાવવા કર્યો અનુરોધ
પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ બનાવ અંગે પત્રકારોને જણાવ્યું હતું કે બનાવની હકીકત અને સોશિયલ મીડિયામાં ફરતી કરાયેલી પોસ્ટ સાવ અલગ છે. સમગ્ર બનાવને અલગ રંગ આપવામાં આવ્યો છે. કોઈ પણ યુવતી ઉપર હુમલાની ઘટનાને ચલાવી લેવાય નહીં. આ બનાવમાં હુમલો કરનાર યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં તેણે જ લખાવ્યું છે કે તે યુવાન સાથે પહેલેથી જ પરિચયમાં હતી. પોલીસે આ ઘટનાની તપાસમાં પાંચ જેટલા મોબાઇલ નંબરો ચેક કરી તપાસ (Protest of attack on Hindu Girl) હાથ ધરી છે. જેમાં પૈસાની લેતીદેતીનો મામલો પણ સામે આવ્યો છે. યુવાને યુવતીના ઘરેથી જ તેણીના પિતા સાથે મોબાઈલ ઉપર વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ તમામ પાસાંઓ તપાસી તેના ઉપર તપાસ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતી તમામ પોસ્ટોને સાચી નહીં માનવા તથા બે કોમ વચ્ચે નફરત ફેલાવતી પોસ્ટો વાયરલ નહીં કરવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે.