પાટણ : કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી છે. ત્યારે લોકડાઉન 3માં કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં આંતર રાજ્ય અને જિલ્લામાં જવા માટેની મંજૂરી આપી છે. જેને લઇ દરરોજ વહીવટીતંત્ર દ્વારા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીઓને દેશના અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે.
ત્યારે રાધનપુર શહેર સહિત પંથકમાં છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા ઉત્તર પ્રદેશના 199 શ્રમિકોનું લિસ્ટ રાધનપુર વહીવટીતંત્રે તૈયાર કરી ઉત્તરપ્રદેશ મોકલ્યુ હતું અને ત્યાંથી મંજૂરી મળતા આ પરપ્રાંતીયોને તેમના માદરે વતન મોકલવા રાધનપુરથી પાલનપુર સુધી સરકારી સાત બસોની વ્યવસ્થા કરી હતી અને પાલનપુરથી ટ્રેન મારફતે મોકલવાની વ્યવસ્થા કરી હતી.