પાટણઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાની પંજાબમાં બનેલા સુરક્ષા ચૂક મામલાને લઇ ગુરુવારે પાટણ ખાતે ભાજપ (Patan Bjp Protest ) દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજયના જાપ તથા પંજાબ કોંગ્રેસની આ રાજનીતિના વિરોધમાં પ્લેકાર્ડ દર્શાવી પૂતળાંદહનનો કાર્યક્રમ (Protest OF PM Security Breach ) યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના કાર્યકરો જોડાયા હતાં.
નીલકંઠ મહાદેવના મંદિરમાં જપ કરવામાં આવ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધન માટે જઈ રહ્યા હતાં ત્યારે ફ્લાયઓવર પર કાફલાને 20 મિનિટ સુધી રોકી રાખવામાં આવ્યો હતો. આ સમયે વડાપ્રધાનની જિંંદગી સામે ખતરાને લઇ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને સુરક્ષામાં મોટી ચૂક ગણાવી હતી. પંજાબ કોંગ્રેસ સરકાર દ્વારા નિમ્નકક્ષાની રાજનીતિ કરી આ કાફલાને રોકી વડાપ્રધાનના જીવને જોખમ મૂકયો હોવાના આરોપ સાથે ગુરુવારે પાટણમાં ભાજપ દ્વારા (Patan Bjp Protest ) સુભાષ ચોકમાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિરમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજયના જાપ કરવામાં (Protest OF PM Security Breach ) આવ્યા હતાં.